SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૮ ] મુજબ નાણું (કર) વસુલ થઇ; જમાબંધીમાં ગણાઈ ખજાનામાં જમે થતાં હતાં. તે નાણાં, તેહવીલનાં ગામ, અમીર તથા મનસબદારાના વાંટાઓ, ગરાશીઆઓની સરહદ અને જાગીરદારોના પગારમાં ગણાતાં હતાં, તેમ ખજાનાઓ પણ તેથીજ ભરપુર રહી શકતા હતા. જેમકે ખાલસા રાજ્યમાં તેથી પચીશ લાખ રૂપિયા જમે થતા હતા તે સરકારે માફ કરી દીધા; તેમજ સઘળા રાજ્યમાંથી રાહદારી હાંસલ પણ કાઢી નાખવામાં આવ્યું. પ્રથમ રાહદારી હાંસલને લીધે તેનો હિસાબ રાખનારા તથા લેનારાઓ પૈકી કોઈપણ માણસ બહાર આવજાવ કરી શકતો નહિ. આ વિષે ઉત્તમ દષ્ટાંતો તેમજ સમજુતીપૂર્વક પત્રિકાઓ ઘણી જ તાકીદથી દરેક સુબાના મુત્સદીઓ, ફોજદારે, અને આસપાસના મહેસુલ ઉઘરાવનાર અમલદારે તથા કારકને ઉપર મોકલી આપવામાં આવી; તે એવા હેતુથી કે, હવે પછી સરકારે માફ કરેલાં મહેસુલની વસુલાત કરવાના સબબસર કેઈએ પણ હાથ લાંબો કરવો નહિ. આ હુકમ દરેક સુબાઓ વિગેરેને પહોંચાડવા માટે હજુરી ગુરજવાળા વસાવલો અને એકાંડીઆઓને નીમવામાં આવ્યા સઘળા રાજ્યમાં ઈસ્લામી ધર્માધિકારીઓની નિમણુંક શ્રીમંત બાદશાહના દરેક વખતના પ્રયત્નો ધાર્મિક ઉત્તેજન, ખુદાઈ ફરમાન તથા પેગમ્બર સાહેબના દીનને ફેલાવવા તરફ દોરાએલા રહે છે. આ વેળા શ્રીમંત બાદશાહના મનનું વલણ એ તરફ દોરાએલું છે કે, જે ઈસ્લામી (મુસલમાન) ધર્મ-વિધાથી ભરપુર હોય, શરેહનું પણ પૂરતું જ્ઞાન ધરાવતું હોય અને સદાચારવાળો હોય તેને મોટા ધર્માધિકારીની જગ્યા ઉપર નીમવા, કે જે, પ્રજાને ખોટાં કૃત્યોથી દૂર રાખે; એટલું જ નહિ, પરંતુ ખાસ કરીને મધપાન, ભાંગ, ગાંજો વિગેરે નિશાવાળી ચીજો અને બદબણ (કચાલવાળી) સ્ત્રીઓની સોબતથી પણ દૂર રાખે. જેથી આ અધિકારની સત્તા હજુરમાં તુરાન દેશને ઘણું બાહોશ અને વિદ્વાન મુલ્લાં અવેઝવતુહને આપવામાં આવી, અને તેને મદદ કરવા માટે તેની સેવામાં સઘળા મનસબદાર તથા એકાંડીઆઓને નિમવામાં આવ્યા. જે કદી કોઈપણ માણસ અજ્ઞાનતા, નાદાની કે બેસમજવાળી નફટાઈ ભરેલી વર્તણુંકથી મનાઈ કરેલા હુકમથી વિરૂદ્ધ રીતે વર્તે અને તેથી ટટ-બખેડે ઉભો થવા પામે તો તેવી ટોળીના માણસને પૂરતી શિક્ષા કરવી. તે પ્રમાણેના હુકમો સુબાઓ, અધિકારીઓ અને આજુબાજુના દેશના સત્તાધિકારીઓ
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy