________________
| [ ૨૪૦ ] હિદખાન જાલેરી, સઈદ દિલેરખાનના બદલાયાથી પાટણની ફોજદારી તથા તેહવાલદારી ઉપર નિમ્યો, અને મીર શમસને ગોધરાની ફોજદારી તથા તેહવાલદારી, દોઢહજારી મનસને વધારો અને પંદરસો સ્વારોના ઉપરીપણાનું માન આપી, પહેલાંના હક ઉપર નજર રાખી નીમવામાં આવ્યો
જ્યારે બાદશાહજાદો ઝાબુઆ દેશની સરહદ ઉપર આવી પહોંચ્યો ત્યારે ત્યાંના જમીનદારે સેવામાં હાજર થઈ પંદર હજાર રૂપિયા રોકડા અને સાત દેશ પેશકશી દાખલ રજુ કર્યા. તે લઈ શાબાન માસની સત્તરમી તારીખે જ્યારે શાહ અહમદાબાદમાં પહોંચ્યા ત્યારે ત્યાં સાત મહિના રહી કુતબુદીનખાનની વિનંતિ ઉપરથી એક હથી તથા દશ ઉંટનું ઈનામ મેળવી વિદાય થયા. ત્યારબાદ શેખનની અરજ ઉપરથી ચુંવાલનો જમીનદાર કહાનજી, સેવામાં હાજર થઇ શરણે રહેવાના ભરૂસાદાર જામીન આપી, દશ હજાર રૂપિયા શિકહીમાં આપવાનો ઠરાવ કરી પિતાના દેશમાં નિરાંતે રહેવા લાગ્યો.
આ વખતે શ્રીમંત બાદશાહના વણે આવ્યું કે, માંધવારીના લીધે મકાના રહીશ ગરીબ લાચાર લાકા ઉપર ભારે સંકટ પડે છે. તેથી શ્રીમંત બાદશાહે સને ૧૦૧૪ હિજરીના જમાદીઉલ્લાની માસની સોળમી તારીખે બંદોબસ્તી અધિકારીને પોશાકનું ઇનામ આપી મક્કા-મદિના તરફ રવાને કર્યો અને સુરત બંદરની કારકુન ઉપર હુકમ લખી મોકલ્યો કે, તે આવી પહોંચે તે દરમ્યાનમાં એક લાખ રૂપિયાને માલ ખરીદ કરી તૈયાર રાખે. તેમ તે અધિકારીને પણ આના કરી કે, મજકુર માલ પૈકી એક તૃતીઆંશ ભાગ મકાન શરીફને અને બીજો એક તૃતીઆંશ ત્યાંને વિદાન માલવીઓ, મુતવલીઓ અને ઇમામ વિગેરે સારા અભિનદાર લોકોને વહેંચી આપવો અને બાકીને માલ મદિનાને પાબંધ લોકોને પહોચડાવો; તેમજ ભદિનાની મજીદ કે જે નવેસરથી ઉંચા પ્રકારની બાંધી હતી તેના વાસ્તે કમાનદાર પાથરણું જે મુલતાનમાં તૈયાર કરેલું હતું તે પણ મોકલી દેવામાં આવ્યું. એજ વા સરફરાઝખાનને દીકરા દીલદારતને બાદશાહના મુરાદબક્ષની અરજ ઉપરથી પાટણ તાબાના ગામે વીજાપુરની થાણદારી ઉપર નીમવામાં આવ્યો, અને તેને પાંચસો વારોનો વધારો, દોઢ હજારી નિસબ અને પંદરસો સ્વારોનો ઉપરી બનાવવામાં આવ્યો.