________________
[ ૨૪૧ ] સને ૧૦૬૫ હિજરીના સફરમાસમાં સઈદ શેખનને પીપલાદ તથા શાહરાની ફોજદારી આપવામાં આવી; અને બાર કચ્છી તથા અરબી ઘેડા, કે જે પિસકશી માટે બાદશાહજાદે મોકલ્યા હતા તે હજુર દરબારમાં પહોંચતાં શ્રીમંત બાદશાહની સન્મુખ નજર કરવામાં આવ્યા. એજ વર્ષે બાદશાહની વર્ષગાંઠના દીવસે મખમલના જરી કામવાળો તાલીશ ગજ લાંબો અને બત્રીશ ગજ પહોળો-અહમદાબાદના કારખાનામાં તૈયાર થયેલે સામીઓને બાંધવામાં આવ્યો તે વખતે સઇદ સદકા કે જે, સરકારી હુકમથી ખાસ સ્વારીલાયક અરબી ઘોડાઓ ખરીદ કરવા માટે ગએલો, તેણે સુરતથી આવી દરબારમાં હાજર થઈ બે ઘોડા રજુ કર્યા. તે પૈકી એક સરખંગ હતો. તે સૈઈદે અરજ ગુજારી કે બસરાના હાકેમે જેના ઉપર બાર હજાર રૂપિયા મોકલ્યા હતા તેણે આ બે ઘોડા મોકલ્યા છે. હવે સરપંગ ઘેડે બાદશાહની સ્વારીલાયક હોવાથી બાદશાહે તે સૈઈદને પિશાક અને મનસબમાં વધારો કરી આપી દશ હજાર રૂપિયા રોકડ ઈનામ દાખલ આપ્યા; અને મજકુર ઘેડને ખાસ જુદાજ તબેલામાં બંધાવી તેનું નામ દશહજારી રાખ્યું.
એજ વર્ષે સઈદ જલાલ મરહુમ સદરૂસુદુરના દીકરા સૈઈદઅલીને ખાસ પોશાક, પાંચસો સ્વારનો વધારે, બે હજારી મનસબ, રઝવીખાનનો ખિતાબ, બક્ષીગીરી તેમજ વૃત્તાંત-રીપેટરનો ઓબ્દો આપી દસ્તકામની જગ્યા ઉપર નિયો, અને સુબાનો અમીન બનાવી, એક ઈરાકી ઘડે તથા હાથી આપ્યો. તેની સાથે બાદશાહજાદાને વાસ્તે ખાસ તબેલામાંથી બે ઘોડા મીનાકારી સોનેરી સાજવાળા તથા સાદાં સોનેરી જનો આપી વિદાય કર્યો. અને તે ઉપરાંત પાંચસો સોનામહોર આપવામાં આવી, કે જેમાંથી અઢીસો તેના મોટા ભાઈ ગાદીવાળા સઈદ જાફરને આપે તથા બાકીની ત્યાંના લાચાર યાને ગરીબ-ફકીરે વિગેરે ભીક્ષુક લોકેને વહેંચી આપે.
ત્યારબાદ બાદશાહજાદાની દિવાની ઉપર દયાનતખાનના બદલાયાથી દેતકામને નિમવામાં આવ્યો. મજકુર ખાને પોતાની દીવાનીના વખતમાં ઘણી ખરી નવી બીદઅતે આ સુબામાં સ્થાપી હતી. ઔરંગખાન પોશાક મેળવી સુબાની તેહનાતીમાં નોંધાય. પીર જી હેર સુરતબંદરના પૈસાદાર લોકમાં સર્વથી શ્રેષ્ઠ ગણાતો હતો. સતીદાસ ગુજરાતના