________________
[ ૨૩૫ ] સને ૧૦૬૩ હિજરી, માહે શાબાન, મંગળવાર, સને ૨૭ જુલુસી માહે તીરને દહાડે મેતમિનદોલાની યાદી ઉપરથી ઠરાવ થયેલ–એઈ રાજ્યને મેતમિનુલા (રાજ્ય સં૫), ખુદાએ ઈનાયત કરેલાં રાજ્યને સંતોષી, બાદશાહી પરોપકાર સંપાદન કરવાની યોગ્યતાવાળ, શાલિનશાહી કૃપા મેળવવાના ગુણવાળો, શરીરસંબંધી સદગુણોને ધરાવનાર, આત્મિક, નિપુણતાને ભંડાર, રાજ્ય તથા ઉપજના બંદોબસ્તને અધિકાર રાખવાને પાત્ર, ભાગ્ય તથા રાજ્યના માર્ગને ચોખ્ખો કરનાર, બાદશાહી ભેદોના ભંડારનો ભંડારી, રૈયત તથા પ્રજાના સુખશાંતીને પ્રથમ પુરૂષ, કૃપા તથા પોપકારનું રહેઠાણ, દેશીઓમાં સર્વોપરી મુખ્ય પ્રધાન, મહા વિદ્વાન, મહાન સુજ્ઞ, સાદુલ્લાખાન બહાદુર, વૃત્તાંત રીપોટેર અને અતિ નમ્ર આજ્ઞાંકીત મુહમ્મદ હશિમને લખવામાં આવે છે કે, શ્રીમતિ હજુર બાદશાહના શ્રવણે આવેલું કે અમારે તથા મનસબદારોને જાગીરના બદલામાં રોકડ આપવામાં આવે છે, દરેક દાઘવાળા ઘોડાનો વધારો ઘટાડે બાદ કરતાં સાત ઘોડાનો પગાર થાય છે. જાગીરદાર આઠમાસી, સાતમાસી તથા છમાસીમાં ત્રણ રૂપીઆ અને પાંચ મહીનામાં છવીશ રૂપીઆ પગાર લે છે. તે ઉપરથી શ્રીમંત હજુર બાદશાહને એવો હુકમ થાય છે કે, આઠમાસી તથા સાતમાસીના હિસાબથી એક વર્ષના ઘડા દીઠ ત્રણ રૂપીઆ પગાર ક. રા, અને પાંચમાસી તથા ચારમાસીના જે છવીશ રૂપીઆ અપાય છે, તે કામ વ્યાજબી નથી, કેમકે રોકડ પગાર આઠમાસથી વધારે નથી અને ચાર મહીનાથી ઓછી મુદત પણ હું મુકી શકતો નથી; માટે મેહેર સુર્યગતિના વર્ષની પહેલી તારીખથી ઈસપંદીઆરમદની છેલ્લી તારીખ સુધી આખી સાલમાં પહેલા ધારાપ્રમાણે પાંચ ભાગથી દાઘ દે. વાનું કામ કાયમ જાણી ઘોડા દીઠ આઠમાસીમાં ત્રીસ રૂપીઆ અને સાત ભાસીમાં સાડીસત્યાવીશ રૂપીઆ, છમાસીમાં પચીશ રૂપીઆ, પાંચમાસીમાં વીશ તથા બે અર્ધ રૂપીઆ, અને ચાર માસીમાં વીશ રૂપીઆ પગાર કરે, અને પહેલાનો પગાર પહેલા ધોરણ પ્રમાણે કરો, અને કુરવરદીન માસની પહેલી તારીખે સને છવાશ જુલુસીને હિસાબ કાબુલના સુબાના તેહનાતી લશકરને કંદહારમાં જેઓને દાઘ પહેલા રણપ્રમાણે પાંચમે ભાગ બહાલ રહેશે, તેને એજ હુકમ પ્રમાણે અમલમાં લાવો અને એ શિવાય બીજાઓ, ગમે તે તેઓ સરકારી ખાસ કરીમાં હેય, કે કોઈ