________________
[ ૨૩૪ ]. ખાન હજુર હુકમપ્રમાણે મીજલે મિજલ કરતો પંથ કાપી મજકુર સાલની આખરીએ શેહેરમાં દાખલ થયો અને સુબાનું કામ હાથમાં લીધું.
એ અરસામાં સુરતના વૃત્તાંત રીપોર્ટરતા લખવાથી હજુરના જાણવામાં આવ્યું કે, બંદર અબાસથી ગુલામરજા નામનો માણસ સુરત બંદરમાં આવી પહોંચ્યો છે, તેની સાથે સાત ઇરાકી ઘોડા છે, અને ઈરાનના હકમ તરફથી કેટલુંક નાણું પણ રસ્તાના વળાવા ચાકી કરનારાએને આપવાને એવી મતલબથી લાવ્યો છે કે, ગુલામરઝાખાન અલાવરદીખાનને નોકર છે, અને તે તેને વાતે લઈ જાય છે. માટે કોઈએ તેમાં હરકત હીલે કરવો નહીં. આ પરવાને પિતાની સાથે લાવેલું હતું, તેને પિતાની અરજીની સાથે હજુરમાં એકલી દીધો. તે પરથી એવું અનુભાન થયું કે, અલાવરદીખાને કંઈક લખાણ પોતાના પત્રસહિત ઈરાનના વાલીને મોકલ્યું હશે, કે જેથી એને નાણું મળ્યું; તેથી મજકુર લખાણ ઉપરથી એવી આજ્ઞા થઈ કે તેને દેખાડીને કહેવું જોઈએ કે, પારકી સત્તાને પત્ર તથા ભેટ લાવવી તે, શ્રીમંત બાદશાહની રજા શિવાય ઘણી જ નાલાયક વર્તણુંક છે, અને તેથી કરી મનસબ તથા જાગીર લઈ લેવાની શિક્ષા કરવામાં આવે છે. જેથી તેણે ઇન્કાર કરી કહ્યું કે ગુલામરઝા પહેલાં મારી નોકરીમાં હતું, પરંતુ તેને મેં મોકલ્યો નહોતે. ટુંકમાં સુરત બંદરના મુસદીઓ ઉપર હુકમ મોકલાવ્યો કે, ઘોડા તથા ગુલામરઝાના કબજાનો સઘળે માલ જપ્ત કરી લેવો અને તેને બેડીઓ ઘાલી મુશ્કેટાઈટ બાંધી મેકલી દે, કે જેથી તેનાં કરેલાં કૃત્યની તેને પુરેપુરી શિક્ષા મળે. ઈસ્પદીઆર કેકા (દૂધભાઇ ) ને ભાઈ સુલતાનયાર કે જેને હિમ્મતખાનને ખેતાબ મળ્યો હતો, તે વડોદરાની ફોજદારી ઉપર નિમાયો.
સને ૧૦૬૩ હિજરીમાં શાઈસ્તાખાન સુબાની એવી અરજી થઈ કે, શહેર અહમદાબાદનો કોટ મરામત માગે છે ને જીર્ણ થઈ ગયો છે અને તેનો અડસટે આશરે વીશ હજાર રૂપિઆનો કરવામાં આવે છે. તે ઉપરથી એ હુકમ થયો કે, તેની મરામત સુબાને દીવાન કરે.
એજ વર્ષે (કે જે ૨૭ મી જુલુસી સાલ હતી) હજુરમાંથી અમારે તથા અમલદારે, કે જેમને જાગીરના પટામાં રોકડ રકમ મળતી હતી તે વિષે એક ફરમાન આખા હિંદુસ્તાનને વાસ્તે પ્રગટ કરવામાં આવ્યું કે જેની મતલબ આ નીચે પ્રમાણે છે –