________________
[ ૨૨૭ ]
પ્રતિમાઓ દૂર કરી મસ્જીદથી બદલવામાં આવ્યું, અને તેનુ' નામ કુવ્વતુલ ઈસલામ આપવામાં આવ્યું.
તે કાળના વૃદ્ધ પુરૂષા તથા પુરાતની લોકોથી સાંભળવામાં આવ્યુ છે કે, સૈયદરાજી એટલે જે હાલમાં રાજીશહીદ કહેવાય છે તેને મારી નાખવાનું કામ બાદશાહજાદા ઔરંગઝેબ આલમીરની સુએગીરીમાં તેના હુકમથી થયું હતું. આ લઘુ વિસ્તાર એવા છે કે સૈયદ રાજુ કેટલાક મિત્રમ’ડળસહિત અહમદાબાદમાં આવી શાહજાદાના નાકર થયા હતા. તે જોકે હન×ી પંથમાં હતા, પરંતુ તે લોકોની એવી આસ્તા હતી કે, ઇમામ મુહદી આવીને ગયા. એવું માનનારને *મેહદુત્રી કહેછે. આ વખતે પાટણમાં આવેલા પાલણપુરમાં ઘણાખરા લોકો અથવા સઘળા એજ મતના છે, ને એમજ માને છે. તેમજ દક્ષિણમાં ઘણાખરા અÜાના વિગેરે એજ પંથને માનેછે. આ આસ્તાની ખબર બાદશાહજાદાને થઇ એટલે શેહેરબદર (હદપાર) કરવાના હુકમ કર્યાં. તે રૂસ્તમબાગમાં હતા ત્યાંથી ચાલીને નિકળ જવાના મનસુબાથી આવી ઉતર્યા હતા. તે વખતના મુસલમાન પડિતા એટલે મેલવીએ એવા ઠરાવ બહાર પાડયેા કે “ આ લેાકેા ખરા માગ્રંથી ભટકેલા છે. ધર્મના અજ્ઞાનપણાથી અને અધર્મના લીધે લાંકાને અધર્મી બનાવી દેશે, માટે તેમને પશ્ચાતાપ કરાવી સારા રસ્તાઉપર લાવવાની જરૂર છે,” પરંતુ તેમ કરવાને તે લોકોએ કબુલ ન કર્યું તેથી એક લશ્કરી ટુકડી તેમને શિક્ષા દેવાને વાસ્તે ઠરાવવામાં આવી. તે લેાકેા મજકુર બાગમાંથી બહાર નીકળી મારામારી તથા લડવાને તૈયાર થયા અને એક એક બહાર પડી, લડાઈ કરી કપાઇ ભરીને ધુળધાણી થઇ ગયા, અને લશ્કરમાંથી પણ ઘણા માણસો એ સગ્રામમાં ખપી ગયા.
સુખરાત માસમાં જ્યારે બાદશાહની સ્વારી કાબુલમાં હતી ત્યારે બાદશાહજાદાને હજુરમાં ખેલાવી લેવાના હુકમ આવ્યે.
પાલણપુર સરકારે આ ચેપડી છપાવી છે તેથી એમ લખ્યુ છે. પાલણપુરમાં રાજના લીધે ઘેાડાક મેહદવી છે, તેમજ દક્ષિણમાં પણ પઠાણા ચેાડાક મેદવી છે, પરંતુ અફગાને મેહંદવી નથી.