SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ [ રર૬ ] પચીસમે સુબે શાહજાદા મુહમ્મદ રંગઝેબ. સને ૧પ૪-૧૦૫૧ હીજરી. સને ૧૦૫૪ હિજરીના છલહજ મહીનાની તારીખ ૨૮મીએ કે જે વખતે શ્રીમંત બાદશાહની સ્વારી કાશમીર ભુમીના પ્રવાસ અને શિકારને વાસ્તે જતી મુઈઝઝુલમુની હતી, અને પાલમે મુકામ કર્યો હતો ત્યારે મિરઝા દીવાની. સાતરખાનની જગ્યા ખાલી પડવાથી રાજ્યના મુકુટધારી શાહજાદા ઔરંગઝેબ બહાદુરને ગુજરાતની સુબેગીરીના કારોબાર ઉપર નિમ્યો અને તેને ખાસ પિશાક, બે ખાસા ઘોડા તથા નાદરીની સાથે ઘોડાને સાજ, સોનેરી મીનાકારી અને સોનેરી સાદે તેમજ ખાસ હાથી રૂપેરી સામાનસહીત ઇનામમાં આપે, અને તેના બે પુત્રો મુહમ્મદ મુઅઝમા તથા મુહમ્મદ સુલતાનને બે હાથીનાં ઇનામ આપી વિદાય કર્યા. આ શાહજાદો પરવાનગી લઈ આ તરફ આવવા નિકળે, અને તારીખ ૧ માહે રબીઉલ અવ્વલ સને ૧૦૫૫ હિજરીમાં શુક્રવારના દિવસે જોહરની નિમાજ પઢયા પછી ખુતબો સાંભળી શહેરમાં દાખલ થયો. અને મુહમ્મદ તાહિર આસિફખાનની ખાલી પડેલી જગ્યા ઉપર બક્ષી તરીકે નીમાઈ આવી પહોંચ્યા. સને ૧૫૬ હિજરીમાં જ્યારે બહાદુર શાહજાદો સુબાના દંગઈ લોકોને શિક્ષા દેવાના હેતુથી ઘણું માણસ નકર રાખી બંદોબસ્તમાં રોકાયા હતો અને તેમાં ઉપજ કરતાં ખર્ચ વધી ગયું હતું ત્યારે એની ખબર હજુરમાં પહોંચવાથી આ શાહજાદાના મનસબના સઘળા સ્વારોમાં બીજા હજાર સ્વારનો વધારો કરી બેવડા તેવા કરી આપ્યા. સૈયદ જલાલબુખારી સદરૂસુદુરના પાંચસો વારો વધારો થઈ છે હજરીની નીમણુંક બંધાઈ અને હજુરમાં પંદરસો સ્વારોની પદવીનું ભાન મળ્યું એજ વર્ષ હજુરમાં સાંભળવામાં આવ્યું કે, ફિલદારખાન બાદશાહી આજ્ઞા પ્રમાણે શાહજાદાનાં મંડળના નોકરોની સાથે હાથીના શિકાને વાસ્તે દેહદ તથા ચાંપાનેર ગયો હતો અને નર-માદા મળી તેર હાથીઓ પકડી લાવ્યો હતો; તથા એજ શાહજાદાની સુબેગીરીના વખતમાં સાતાદાસ ઝવેરીનાં બાંધેલાં સરસપુર પાસેનાં ચિંતામણનાં મંદીરને
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy