________________
[ ૨૨૧ ] એજ વર્ષે વડોદરાના તહેવાલદાર મીરસમસની પેશકશાને એક હાથી અને નવ ઘોડા દરબારમાં પહોંચ્યા અને જમકુલી મુઈઝઝુલમુશ્કની ફેરબદલીથી સુરત બંદરથી નીમાઈને આવી પહોંચે. મુઈઝઝુલમુશ્કે પિતાની બદલી પહેલાં ઘોડાની નસલની વૃદ્ધિના કારખાનાવાળાઓ કે જે ચાર સરકારો બસરા લિહાદ વિગેરે જગ્યા કે જેમાં વિજળીવેગસમાન ઘડા પેદા થાય છે ત્યાં મોકલ્યા હતા અને દ્રવ્યવાન વહેપારીઓ કે જેઓ સુરત બંદરમાં રહેતા હતા અને જેમના નોકર તથા ગુમાસ્તાઓ ચોમેર ભમતા હતા, તેમની સાથે બંદોબસ્ત કર્યો હતો કે એક વર્ષ કામે લગાડી અરબસ્તાન વિગેરે જે જગ્યાએ સારા ઘર મળી આવે તે લાવવા. જેથી તે જગ્યાએથી એક લાખ રૂપીઆ આપી ખરીદ કરી સુરત બંદરમાં લાવ્યા. તેમાં એક સુરંગ ઘોડો બસરાના અલી નામના સુલતાનનો હતો. તે ધોળા રંગનો હતો અને તેનાં વખાણ બાદશાહે સાંભળ્યાં હતાં, જેથી તેના દશહજાર રૂપીઆ આપતાં છતાં પણ તે આપતા નહતા. આ વખતે અલી અકબર સોદાગર કે જેને મુઈઝઝુલમુકને ઈશારો થયો હતો તેણે એક ભરૂસાદાર માણસને મોકલી બારહજાર રૂપીઆમાં વેચાતો લીધે હતે. પછી મુઈઝઝુલમુ તે ઘોડાને દરબારમાં મોકલ્યો. તે તારીખ ૮ રજબના દિવસે સરકારની રૂબરૂમાં પહોંચ્યો. તે ઘોડાનું નામ “ બાદશાહ પસંદ” મુક્યું અને આખા તબેલામાં તે સર્વથી શ્રેષ્ઠ ગણાયો. તેની કીંમતના પંદરહજાર રૂપીઆ આપવામાં આવ્યા.
સને ૧૦૫૧ હિજરી–જોકે આઝમખાંએ મનમાનતી રીતે કોળી વિગેરે લુંટારા લોકોને શિક્ષા કરી હતી અને મજબૂત કિલ્લાઓ બાંધ્યા હતા. તેમાં ખાસ કરીને વાત્રકના કાંઠા ઉપર કે જ્યાં કેળીઓ તથા લુંટારાઓની ખાસ જગ્યા છે ત્યાં કિલ્લા બનાવ્યા હતા; તે પણ તૈયતના બંબસ્ત તરફ લક્ષ આપ નહતો, તેથી કેટલાક લોકો દુર દેશમાં જઈ જમીનદારોના આશરાતળે રહ્યા હતા. દુઃખ તથા સંકટના લીધે આઝમખાનની લશ્કરી ચઢાઈ નવાનગર ઉપર થઈ હતી એવું કહેવામાં આવ્યું છેપરંતુ કોઈએ કંઈપણુ જુલમબેદાદીના પોકારો સરકાર હજુર સુધી પહોંચાડ્યા નહોતા; હવે દિવસે દિવસે સુબાની માઠી દશા થતી ગઈ અને હેરાન થવા લાગ્યો. એવું કહેવાય છે કે સઈદ જલાલ બુખારીસાહેબ એજ વખતે હજુરને મળ્યા હતા અને તેમના વતનની હકીકત પૈકીની થોડીક