________________
[ ૨૨૦ ] તે સાથે એવો પણ ઠરાવ કરવામાં આવ્યો કે, અહમદાબાદની સરહદની યિત મારા મુલકમાં આવી વસી હશે તો તેમને મારા રાજમાંથી કાઢી તેમનાં રહેઠાણ તરફ રવાને કરીશ. તે ઉપરાંત જ્યાંસુધી સુબો ગરાસીઆ તથા મેવાસીઓને શિખામણ તથા શિક્ષા દેવાના કામમાં રોકાયા હતા ત્યાં સુધી પિતાના પુત્રને સુબાની પાસે થોડું લશ્કર લઇ મોકલે તે પેશકશી કબુલ કર્યા બાદ આઝમખાનની પાસે આવ્યો. ત્યાંથી પરવારી ખાન શાહપુર ગયો.
હવે જાણવું જોઈએ કે થોડાક વખસુધી ત્યાંની ટંકશાળ બંધ રાખવામાં આવી હતી, પરંતુ અત્યારસુધી સુલતાન મુઝફફરના નામથી મહેમુદીનો સિક્કો પાડે છે. નવા સિકામાં એક બાજુએ હીંદી અક્ષરોથી જમનું નામ પાડયું છે તેને જામી પણ કહે છે. વડોદરા જીલ્લામાં એને ચંગીઝી કહે છે, કેમકે ચંગીઝખાન સાધીના હુલ્લડની વખતે એ પાડવામાં આવી હતી. તે જીલ્લામાં તેનું જ ચલણ છે, એટલે કે વહેવાર કારભાર, પિશકશીના આંકડા, કરારનામાનાં લખાણો અને પરગણુની વસુલાતમાં તેજ વપરાય છે; અહમદાબાદમાં અત્યારસુધી પણ ધીનો વહેપાર મહેમુદીના હિસાબે થાય છે. મહેમુદી સાડાચાર માસાની થાય છે. કોઈ વખતે એક રૂપીઆની અદી અથવા કોઈ વખતે ત્રણ ભાવ હોય છે. સરકારી હજુર હુકમ જુનાગઢમાં ટંકશાળ ઉઘાડવાનો થયો અને તેમાં મહેમુદીઓને ગાળી નાખવાની આજ્ઞા અપા, પરંતુ તે જોઇતી રીતે ચાલી શકી નહીં; કેમકે વહેપારીઓ પોતાની સગવડના લીધે રૂપું તથા તેનું કે જે દીવ અને બીજા બંદરોથી અહમદાબાદમાં જતું હતું, તેના સિક્કા ત્યાંજ પડતા હતા; તેથી સુબાના દીવાન મીરસાગરની અરજ ઉપરથી ત્યાંની ટંકશાળ બંધ પાડવાનો હુકમ થયો. તેમજ જવાહરની દલાલીની હકસાઈ લેવાને દસ્તુર ચાલુ છે કે, વેચનાર પાસેથી દર સેંકડે એક રૂપિઓ તથા એક રૂપીઓ લેનાર પાસેથી દલાલે લે છે તે આખો આંકડો થાય છે, તે ઉપરથી હજુર હુકમ થયે કે જાણી જોઈ અમે એક રૂપીઓ દલાલોને માફ કરી આપો અને એક રૂપીઓ પાકે પાયે ખાલસામાં લેતા રહેવું. એ વિષે હુકમ પ્રમાણે સબાના દીવાનને આજ્ઞા અપાઈ કે ગુજરાતના સુબામાં અહમદાબાદ, સુરત બંદર અને ખંભાતમાં આ હુકમ પહોંચ્યાની તારીખે ઝવેરી વિગેરેના ચોપાઓમાં નક્કી કરી અમલ કરો અને ઝવેરીએથી નવી આશાતી કસર ઉપર એક રૂપીઓ બસ્તી થાય છે અને એક રૂપીઓ શાહજહાંની અને એવીજ મુંગા (જવાહર), કેરબા અને મેતી ઉપર લેતા રહેવું.