________________
[ ૨૨૨ ] ખબર ગુજરાત દેશની દશા (હાલત) વિષેની સરકારને સંભળાવી હતી, તેથી રૈયત સાથે સારી સલુકાઈ રાખનાર મિરઝા ઈસાતરખાન કે જે સેરઠમાં યિતને પ્રેમ મેળવીને બેઠો હતો તેને આ ઉજડ થતા દેશની આબાદીના અર્થે અહીંને (ગુજરાતનો) સુબો નીમ્યો.
વીશમે સુબે મિરઝા ઈસાતરખાન.
સને ૧૦૫૪ હિજરી. ભરૂસાદાર વૃદ્ધો, કે જેમણે પિતાના ઘરાઓથી સાંભળી કહ્યું છે, ને તે અમે પણ સાંભળ્યું છે કે, શાહજાદા સુજાના ભાન મરતબાના દબાણથી તથા સગાઈના લીધે આઝમખા- મીર સાબરઅને મુઇઝ નના જુલમબેદાદીની અરજી કરવાની કોઇમાં હિમ્મત ગુલમુકની દીવાની. નહોતી; એ વિષેની ખબર સઈદ જલાલ બુખારીથી સંભળવામાં આવી, તેથી મેહરમ માસની ચોથી તારીખે સને ૧૦૫રમાં આઝમખાનને બદલી તેની જગ્યા મિરઝા ઈસાતરખાનને આપવામાં આવી. તે પહેલાં તે સોરઠ સરકારનો અમલદાર હતો, તેના સ્વારમાંથી બેવડો તેવડા મળી પચીસસો સ્વારો કાયમ રહ્યા, કે જેમાં વધારો કરી પાંચહજાર જાતનું મનસબ, પાંચ હજાર સ્વારો જાતના અને બે હજાર સ્વારો બેવડા તેવડા આપી તેની નીમણુંક કરી. તથા સોરઠ દેશની અમલદારી તેના પુત્ર ઇનાયતુલાને આપવામાં આવી અને તેના બીજા દીકરા મુહમ્મદસાલેહને બે હજારનું મનસબ, પાંચસે સ્વારો જાતના તથા અઢીસે સ્વારોની સત્તા અપાઈ. બાદશાહ પુર્વજ્ઞાની હોવાથી, રખેને રેત ઉપર જોરજુલમ કર્યાની ખબર પડ્યાથી બદલી કરી હોય ! એવી જાણ આઝમખાનને ન પાડવાના હેતુથી એક પત્ર ખાસ મિરઝાઈ સાતારખાન ઉપર મોકલાવ્યો; તે કાગળની મતલબ હજુરમાં આવી પહોંચવાની હતી. તે હુકમની નકલ નીચે પ્રમાણે છે.
આઝમખાન ઉપર પત્રિકા એક જતી તથા જ્ઞાતીના ગ્રહસ્થ! ઉચા તથા ઉત્તમ ગુણોના પાત્ર! બળવાન રાજ્યના સ્થંભ ! શુર અશ્વના સ્વાર ! રણસંગ્રામમાં કુશળ-પ્રમુખ પાદશાહના પુજારી ! આસ્તામાં પ્રવિણ ! ઉત્તમ ગુણો ધરાવનાર ! બાદ, શાહની કૃપા સંપાદન કરનાર ! રાજ્યાધિરાજના લક્ષને ખેંચનાર !.