SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ _ ૨૧૫ ] એજ વર્ષમાં મકે હજ કરવા ગયેલ હકીમ બસરાને રસ્તે પાછો ફરી લાહરીના બંદરે ઉતરી દરબારભણી રવાને થયો અને દરબારમાં હાજર થઈ બાદશાહની મુલાકાત કરી, ચાલીશ અરબી ઘા કે જે તેણે બસરા તથા તેની સરહદમાંથી ભેટ મુદ્દાને લીધા હતા તે નજર ર્યા એટલે સરકારે તે ઘોડા પસંદ કરી રાખવાની આજ્ઞા આપી. તેમાંથી બે ઘોર કે જેમાં એકનું નામ બુઝ તથા બીજાનું નામ તર્ક, કે જે દેખાવમાં ખુબસુરત, શરીરે કદાવર, કદમાં સંપૂર્ણ અને ચાલમાં વાયુસમાન વેગવાળો હોવાથી ખાસ બાદશાહી તબેલામાં નોંધાયો. પહેલાનું નામ “પાદશાહ પસંદ અને બીજાનું નામ “તમામ એયારે ( પુરો ચાલાક) મુકવામાં આવ્યું, હકીમને ખાસ પિશાક, જાતના ત્રણ હજારનું મનસબ અને ત્રણહજાર સ્વારે પહેલાં પ્રમાણે ચાલુ કરવામાં આવ્યા; તથા એક હાથી, પચીશહજાર રૂપિયા રોકડા અને મુઈઝઝુલમુકની બદલીથી સુરત સરકારની અમલદારી આપવામાં આવી; તેમજ ઉજડ થએલા સોરઠ દેશની તેહવાલ અમલદારે બાબર નહિ સંભાળી શકવાથી મિરઝા ઈસાતખાનને સોંપવામાં આવી અને પાંચ હજાર જાતના તથા બેવા તેવા ચારહજાર સ્વારોને વધારો કરવામાં આવ્યો. તેજ વર્ષના છલહજ માસમાં સેફખાનની બદલીથી સુબેગીરી આઝમખાનને આપવામાં આવી. સને ૧૦૫૦ હિજરીમાં અહમદાબાદમાં સેફખાન પરલોકની મુસાફરીએ સિધાવ્યો, અને તે શહેઆલમ સાહેબના રોઝામાં દફન થયો. કેમકે તે તેમનો આસ્તિક સેવક હતા. વળી તે નોકરી મુક્યા પછી પણ ઘણું કરીને અહમદાબાદમાં જ રહેતો હતો. મોટા દીવાનખાનાની ઇમારત, કે જે જમાતખાનું કહેવાય છે અને જે દરગાહથી ઉત્તર દિશાએ આવેલું છે તે તેની બાંધેલી છે અને રાજાની અંદરની મરામત પણ સેફખાનની જ નિશાની છે. કોઈ શાયર સેફખાં મુરદહ સરખાં મરી ગયો એમ સંવત કાઢી છે.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy