________________
| [ ૨૧૬ ] ગ્રેવીમો સુબે આઝમખાન.
સને ૧૯૪૫-૧૦૫૪ હિજરી. સેફખાનસુબાની હકુમતમાં ચુંવાલના કોળી કહાનજીએ વેપારીએને માલ લુંટી લીધું હતું અને બીજા લુંટારાઓએ પણ દંગા-રિસાદ જ્યાં ને ત્યાં કરી મુકયા રિઆયતખાન તથા મીર હતા. આ બનાવની ખબર શ્રીમતપ્રજા પાળક હાન સાબરની દીવાની. બાદશાહને કાને પહોંચવાથી મજકુર સનના છલહજ માસની ચોથી તારીખે જતના હજારનું મનસબ અને બેવડા વડા છહજાર સ્વારોનું ભાન ધરાવનાર આઝમખાનને ખાસ પોશાક, સોનેરી સામાન સહિત ધાડે તથા હાથીની બલિશ કરી સેફખાનની ખાલી પડેલી જગ્યા ઉપર સુબો બનાવી રવાને કર્યો.
હવે જ્યારે આઝમખાન અહમદાબાદથી ચાલીશ ગાઉ ઉપર આવેલા પાટણ સરકારના ગામ સૈયદપુરમાં પહોંચ્યો ત્યારે ત્યાંના વહેપારીઓએ ફરીઆદ ફરીઆદની બુમો મારી. તેથી આઝમખાને બારેબાર અહમદાબાદમાં દાખલ ન થતાં મજકુર કેળીને શિક્ષા કરી તેના રહેવાના ગામમાંથી તેને નસાડી મુકો. જેથી તે કોળી (કાન) બાદશાહના લશ્કરથી ત્રાસ પામીને ખેરાલુ પરગણામાં આવેલા ભાવડ ગામમાં પોતાના કુટુંબસહિત જતો રહ્યો. અને આઝમ ખાન પણ તેની પાછળ ગયો. હવે કાનજીને કેઈપણ પ્રકારે બચવાની આશા રહી નહિ, તેમ કઈ જગ્યાએ આશરો મળવાનું ઠેકાણું પણ ન રહ્યું, તેથી રાત્રીના વખતે પોતે જાતે આવી હાજર થઈ લુંટેલા સઘળા માલનો પત્તો (નિશાની) બતાવી આવ્યો અને ફરીથી કુમાર્ગે નહિ ચાલવા માટેના ફલ જામીન આપી એકહજાર રૂપિયા સરકારમાં રજુ કરતા રહેવાની કબુલાત આપી.
| ગુજરાતદેશ-માથા ફરેલ તોફાનીઓની ખાણુરૂપ છે અને કંટા રિસાદનું ઘર છે. તેમાં કાળીઓ તથા કાઠીઓ, કે જેઓ પોતાની નીચે દાનત કે હરામખોરીથી રસ્તા લુંટવાનું તથા ચેરી કરવાનું કામ કરે છે અને સદાએ પ્રજાને પીડાકારી થઈ પડી, દેશનો નાશ કરી ઉજડ બનાવવામાંજ મા રહે છે. તેઓની આ હકીકતથી વાકેફ થઈ આઝમખાને શહેર (અહમદાબાદ)માં જતાં પહેલાં તેઓને તથા આ દેશના બીજા કેટલાક તેફાની લોકોને શિક્ષા આપી માંડની પાસેના મોટા ભાલ પરગણામાં બે