________________
[ ૨૧૨ ] એગણુશમે સુબો ઈસલામખાન.
સને ૧૦૦-૧૦૪૧ હિજરી, શેરખાનના મૃત્યુ પામવાની ખબર જ્યારે દરબારમાં પહોંચી ત્યારે રાજધાનીના અમલદાર ઈસલામખાનને ગુજરાતના સુબાન હેદો અપાવ્યો અને તેની નિમણુંકમાં પાંચ- ખારજહાનની દીવાની હજાર જાતના તથા ચારહજાર સ્વારો અને ઘોડાનો અને તેનું મકકે હજજ વધારો કરી આપી ખાસ પોશાક અને તબેલામાંનો કરવા જવું, અને પાછ ખાસ ઘોડે તેના સામાન સાથે તથા ખાસ સ્વામી ળવી આકાકાઝિલ એટલે હાથી તેને મોકલાશે.
ફઝિલખાનની દીવાની. તે હુકમ મળવાથી સને ૧૦૪૦ હિજરીના છેવટના ભાગમાં ગુજ. રાતના સુબામાં તે આવી પહોંચ્યો અને બંદોબસ્ત કરવાનું કામ ચલાવવા માંડ્યું. તે જ વર્ષમાં રત્નજડીત્ર હથિઆરો, નવ કછી ઘોડા, કસબી કેટલાંક ઇરાકી લુગાં તથા ગુજરાતી વણાટનાં લુગડાં પેશકશી દાખલ તેણે દરબારમાં મોકલેલાં તે હજુરમાં દાખલ થયાં. જેથી તેને પાંચહજારી મનસબની સાથે હજાર સ્વારો અને બેવડા તેવડા પાંચ હજાર સ્વારોના વધારાનું તેને માન આપવામાં આવ્યું. તે વખતે સરફરાઝખાન આઝાઈ આ સુબાના તેહનાતીઓમાં એક, તેહનાતી છોકરાઓને લઈને હજુરમાં આવેલો, તેને પિોશાકનું ઇનામ મળ્યાથી તે પણ ગુજરાત તરર રતાને થયો.
સને ૧૮૪૧ હિજરીમાં સુબાના દીવાન ખાજાજહાને મકે હજ કરવા જવાની અરજ કરી, જેથી તેની અરજ મંજુર કરવામાં આવી. રાજ્યની મેટાઈ વધારવાની તરફ દ્રષ્ટી નાખી એવો હુકમ કર્યો કે, પાંચ લાખ રૂપીયા અરબસ્તાનને ગરીબોને વહેંચવાને વાતે રવાને કરવા. તેથી ગુજ. રતના કામદારો ઉપર હુકમ આવ્યો કે અહમદાબાદ તથા સુરત બંદરમાં બે લાખ ચાલીશ હજાર રૂપિયાનો તે માલ, કે જે ત્યાં તૈયાર થાય છે તે વેચાતો લઇ ખાજા જહાન કે જે ધર્મી તથા પ્રમાણિકપણમાટે પ્રસિદ્ધ છે તેને હવાલે કરવો; કે તે માલને હકીમ મસીહઝઝમાને સાથે રાખી મકાના મુતવલ્લીઓને ખેરાત કરવો. હકીમ પણ હજજ કરવા જવાની રજા લઈ શકે જતો હતો.
ખાજાજહાનની જગ્યા ઉપર જાતના હર તથા પાંચસો વારોની નિમકનું ભાન ધરાવનાર આકફાઝિલ એટલે ફઝલખાન દીવાનને નીમવામાં