SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૧] ટુકડા શિવાય ખીજે રસ્તે લાંખે। થતા નહાતા. જે પગલાં હમેશાં નિરાંતે પહેાળાં થતાં હતાં તે ભિક્ષા માગવા શિવાય બીજું કામ નહેાતાં કરતાં. કુતરાનું માંસ બકરાંના માંસની જગ્યાએ તથા મુડદાંનાં હાડકાં લેટમાં મેળવીને વેચાતાં હતાં. આ વાત જાણવામાં આવ્યાથી વેચનારાઓને પાકી શિક્ષા કરવામાં આવી. છેવટ હલકા લાકાએ એક બીજાનું માંસ ખાઇ જીવતા રહેવાનું કામ કાઢ્યું. ઘણાખરા માણસે તેમને શેાધનારાઓથી થકી જઇ મરણ પામ્યા હતા અને એકલા માણસ કોઇ ખીજા માણસાના પાકા જાપતા શિવાય કયાંએ જઇ શકતા નહાતા. મૃત્યુના મહા સંકટથી ઘણા લોકા સહેજે પ્રાણ આપતા. જે લોકેાથી કંઇ બની આવતું તે તે પાકા બંદોબસ્તથી બીજા દેશનાં ગામડાંઓ તથા કસ્બાઓમાં જઈ ભરાતા. આ દેશ કે જે વસ્તીના લીધે ઘણા પ્રખ્યાત હતા તે વસ્તીવિનાના ઉજ્જડ થઇ ગયા હતા. આ મેટા કેર અને ભારે પીડા સઘળે ઠેકાણે પ્રસરેલી હતી, તેમજ જે ધાન્ય સસ્તું અને જથ્થાબધ જોવાતુ હતુ. તેની છેકજ અછત થઇ ગઈ હતી. દયાસાગર હન્નુર બાદશાહે આજ્ઞા કરી કે, બુરહાનપુર, અહમદાબાદ તથા સુરતા કારકુન લોકોએ કીરા, ભિક્ષુકા, ગરીમા અને આશાવત નિરાધાર પ્રજાને વાસ્તે લગરખાના એટલે આશ્રમેા ઉઘાડવા અને દરરાજ ગરીમ અને નિરાધાર પ્રજાને પુરૂં પડે એટલુ અનાજ (ભરકું) પકાવવું. જ્યારે ભુખમરા અને અનાજની તાણુ અહમદાબાદીઓને વધારે પીડવા લાગી ત્યારે બીજી વખત હજીરને ખખર થઇ, તેથી હુકમ ફરમાવ્યેા કે સુખના દીવાને ખજાનામાંથી પચાશહજાર રૂપીઆ રોકડા શહેરમાં દાણા લાવનાર વહેપારીઓને આપવા. આ વર્ષે વરસાદની તાણુ તથા મેાંધવારીથી રૈયત બરબાદ થઇ ગઇ હાવાથી આ વર્ષ તેમજ આવતા વર્ષમાટે ખાલસા તથા જાગીરની વજે સમૂળગી ધટાડવાની મારી મળી. સાંભળવામાં આવ્યુ છે કે, ખીજે વર્ષે જ્યારે મેઘટી થઇ ત્યારે ઢારઢાંખર તે! રહ્યાં નહેાતાં તેથી ભે'સા સિત્તેર સિત્તેર રૂપીએ ખરીદ કરી ચાંપાનેરી લાવ્યા હતા. કેમકે ઢોરની નસલ ખાકી રહી નહેાતી. એજ વર્ષે ગુજરાતી નાગરની નાતના દયાનંતરાય મુનશી કે જે દેશી ગણીતમાં પ્રાચીનકાળના રાજાએથી માહીતગાર હતા, તે ખાલસા મુશકની દતરદારી ઉપર નિમાયા અને શેરખાન સુએ કે જે ખાજાઅમુલહસનની તેહનાતમાં નાસત્રબક ગયા હતા તે મૃત્યુ પામ્યા,
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy