________________
[ ૨૧૦ ]
વાસ્તે હજુરમાંથી રવાને થયા હતા તેને એવા હુકમ કરવામાં આવ્યા કે, તે સરહદમાં જે ઠેકાણે જે જગ્યા ચેાગ્ય હાય ત્યાં થોભી જ્યાંસુધી ગુજરાતના સુબા શેરખાનનું લશ્કર આવીને મળે નહીં ત્યાંસુધી વાટ જોવી. આ વખતે મજકુર ખાન ગુજરાતના તેહનાતી લશ્કરની સાથે ખાજા તરફ રવાને થઇ મજકુર સનના શબ્બાલમાસની ૨૩મી તારીખે ખાજાને આવે. મળ્યા અને તેને ખાજાઅમુલહસને માસુરાના કિલ્લાને મને ચાંદારની આસપાસના દેશને લુંટવાને વાસ્તે મેકલ્યા. આ જગ્યાએ નાસકત્રંબકની હદમાં છે. તેણે લુટાટ તથા મારામારીનું કામ પુરી રીતે કરી દીધું અને ઘણી માલમતા લઈ પાછા આવી ખાન્તને મળ્યા.
જે વેળાએ શેરખાન ખાજાની પાસે જતા હતા તે વખતે કલાનાના જમીનદારથી પેશકશીમાં ધરાવેલા પાંચ હાથીએ તથા ખી” ભેટા વિગેરે લેવાને પેાતાના નાકરાને મેકલ્યા હતા. તે વર્ષના માહે જીલહજમાં ખાજાઅમુલહસનની પાસે લાવીને આપી દીધા. ખાતએ તે સઘળું શ્રીમત બાદશાહની સેવામાં રવાને કર્યું.
સને ૧૦૩૯ હિજરીમાં સૈઈદે જલાલ મુખારી કે જે તખ્તશિનીની મુબારકખાદી આપવા હજીરમાં ગયા હતા (તેવિષે પહેલાં લખવામાં આવ્યુ છે.) તેમને શાક, હાથી તથા ત્રણહાર રૂપીઆ રોકડા ઇનામ દાખલ આપવામાં આવ્યા. તેજ વર્ષમાં મજકુર સૈદ અહમદાબાદમાં આવ્યા.
સને ૧૪૦ હિજરીમાં જમાલખાન કરાવલ કે જે સરકારના હુક્રમથી ગુજરાતના સુબાના તાબાના ગામ સુલતાનપુર તથા રાજપીપલે ગયા હતા, તે એકસાને ત્રીશ હાથીને પકડી તારીખ ૭મી જમાદીઉલ અવ્વલને દહાડે સરકારની હજુરમાં આવી હાજર થયા. તેમાંથી દરખારમાં ફક્ત નર-માદા મળી સિત્તેર હાર્થીએ જીવતા પહોંચ્યા હતા, કે જે સરકારની સમક્ષ નજર કરવામાં આવ્યા.
ગુજરાતના મારા દુકાળ,
આ વર્ષના બનાવામાંથી લાકામાં કહેવાતા સત્યાસીએ દુકાળ છે. આ દુકાળ પૂર્ણરીતે ગુજરાત તથા દક્ષિણમાં પડ્યા હતા. ખાવાપીવાની જણસેાની ઘણી તાણ પડી હતી. નાનને વાસ્તે જાન દેતા હતા” અને જીવતા કાઇ ખરીદ કરનાર નહાતા. કાંકરે ઉંટ વેચાતા હતા પણુ કાઈ લેતું નહાતું. જે હાથ સદાએ ઉદારતામાં લાંખા થતા હતા તે હાય ભીખના
k