________________
[ ૧૮
]
૧૧. રબીઉલ અવ્વલ માસ અમારી વર્ષગાંઠનો છે જેથી તે માસની ૧૮ મી તારીખથી જીવહિંસાની મનાઈ કરવામાં આવી છે, માટે વર્ષની બરાબર એક એક દિવસને ગણી જાનવર કાપવાની મનાઈ કરવી. તેમજ અઠવાડીયામાં બ્રહસ્પતવાર મારા રાજ્યાભિષેક થવાનો દિવસ છે, તેથી તે દિવસે અને શનીવારે માંસની મનાઈ છે. વળી તે દિવસ મહાન બાદશાહને પણ છે તેથી જીવતાં પ્રાણીને નિર્જીવ ન કરવાં. મારા પિતા તે દિવસે કેઈપણ
તે માંસની ઈચ્છા નહોતા કરતા, મારા ધાર્યા પ્રમાણે પંદર વર્ષ અથવા તે તે કરતાં પણ વધારે વર્ષ થયાં હશે, કે તેમણે માંસાહાર કર્યો નહાતા; અને આ દિવસોમાં સર્વને માંસાહારની મનાઈ કરી હતી.
૧૨. અમે એ હુકમ કરીએ છીએ કે અમારા મરહુમ પિતાના સઘળા નેકના પગારો તથા જાગીરે તેમની હૈયાતીમાં જેવી રીતે ચાલુ હતી તેવી જ રીતે કાયમ રહે, અને જે કઈ વધારે આબરૂદાર પુરૂષ હોય તેને તેની લાયકાત પ્રમાણે જાગીર આપી બાર, દશ, પંદરને દશ, વીશને દશ, ત્રીશ અને દશ તથા ચાલીશને વધારે કરવો, એવી રીતે અમે વધારે કર્યો છે,
અગ્યારમે સુબે સઈદ મુરતદાખાન બુખારી.
હિજરી સને ૧૦૧૫–૧૦૧૮ સુધી. સને ૧૦૬૫ હિજરીમાં લાલ મણીની બનાવેલી એક વીટી કે જેમાં નંગ, વીંટી અને ખાનું સઘળું એકજ કકડામાં કાપી તે તૈયાર કરેલી હતી અને તેનો સંઈ બાયઝીદની તેલ ૧ મીસકાલ અને ૧૫ ઘુમચીન હતો. તે દીવાની. ઘણુજ સુંદર રંગની અને સારા પાણીનો હતી. તે વીંટી ભેટદાખલ ગુજરાતથી હજુરમાં મોકલવામાં આવી હતી. એવું કર્મપત્રિકા (ઇકબાલનામા) થી માલુમ પડે છે. આ ભેટની સાથે સુબેગીરીને સંબંધ છે. આ સુબેગીરીના લખાણની વેળાએ “ તફસીર મુરતદવી ” (કુરાનની ટીકા) ના પહેલા ભાગમાં કે જે સને ૧૯૧૬ માં મુલ્લા ઝનુદીન શીરાઝીએ સુબાના નામથી લખી છે, તે જોવામાં આવી અને ત્રણ દરવાજા નજીક બુખારાની પાસે પ્રખ્યાત ઇમારત પણ તેની જ બાંધેલી છે, કે જે ( હાલ પણ ન જણાય એવી એંધાણુઓ બતાવે છે. સને ૧૦૧૮ હિજરીમાં
જદારનો કિલ્લો કે જે જુનું કિલ્લા સ્થાન છે અને જે ઘણો ઉજડ થઈ ગયો તે તેને મુરતદાખાને નવેસરથી મરામત કર્યો કે જે હમણાં સુધી બાકી છે.