________________
[ ૧૩૩ ] હવે તેફાની ભાઈઓ અને ગુજરાતના બંડખોર લેકેની ફરીઆદના લીધે કામકાજ અને બંદોબસ્તમાં ગડબડ થઈ ગઈ તેથી ટેડરમલના દીકરા રાય ગોપીનાથને આજ્ઞા થઈ કે આ સુબાગીરીમાં આવી બખેડા કરનાર લોકોને પુરી શિક્ષા કરવી. રાજાસુર વિગેરે કેટલાક હજુરના માનીતા લોકે તેની તેહનાતમાં અપાયા, તેણે માળવાને રસ્તે થઈ સુરત આવી જમીનદારો પાસેથી પેશકશીનાં નાણું લઈ જોઈતો બંદોબસ્ત કર્યો. વડોદરાની સરહદમાં કલ્યાણ બારીઆ પીપલીઆરના જમીનદારે મનાઈનો કે વગાડ્યો હતો. તેને પકડી જમીનદારોની શિક્ષાને વાસ્તે થેભ્યો અને પુરી હિમ્મતથી કામ લેવા માંડ્યું. જમીનદારોએ તે ઠેકાણે કેળીઓને ભેગા કરી લડવાની શક્તિ દેખાડી; જેવો ભારે કાપાકાપી થઈ, રાજાસૂરની સાથેના ઘણાખરા રજપુતો જીવરહીત થઈ ગયા અને બાદશાહી લશ્કરની ડાબી આંખ બેસી જવા જવું થઈ ગયું. રાજાસૂરના ડંકા આ લડાઈમાં શત્રુના હાથે ગયા અને તે હાલ સુધી જોવાય છે. પાછા ફરવામાં સારું થશે એમ જાણી રાજા ગોપીનાથ અહમદાબાદ પાછો ફર્યો. કેટલાક વખત સુધી બળ મેળવી, સૈન્યા સમારી માંગઢ ઉપર ચઢાઈ કરી અને સારી સારી જીત મેળવી જમીનદારને પકડી પાટણ ભણી રવાને થયો. કાકરેજના કોળીઓના મોટા ઠાકોરને સારી પેઠે શિક્ષા આપી કેદ પકડ્યો અને ત્રણેને બેડીઓ ઘાલી બાંધીને પિતાની સાથે દરબારમાં લઈ ગયો. સરકારી આજ્ઞાં ઉપરથી ઘણું કાળસુધી ગ્વાલીઅરના કિલ્લામાં તેઓને કેદ કરી રાખ્યા હતા. બીજીવાર માથું ઉચકે નહિ તે વાતે તેઓને જામીન તથા દંડ લઈ છુટા કર્યા
બારમે સુબ મોટોખાન મિરઝાઅઝીઝ, કેકલતાશ.
( ચોથીવાર)
સને ૧૦૧૮-૧૦૨૦ હિજરી સુધી. શ્રી બાદશાહની હજુરથી મુરતદાખાન બુખારીના બદલાવાથી ગુજરાતની સુબેદારી મોટાખાનને આપવામાં આવી અને એવું ઠરાવ્યું કે તે પોતે હજુરમાં રહે. જહાંગીર કુલીખાનની તેને મેટો પુત્ર જહાંગીર કુલી ખાન તેના બાપની નાયબી અને સૈયદ ચાનાયબી અને આ દેશને બંદોબસ્ત રાખે. તે સિવાય સુદીનની દીવાની, બાયઝીદના જવાથી ગ્યાસુદીનને સુબાની દીવાની આપવામાં આવી.