________________
[ ૧૮ ] પીસ્તાલીશ વર્ષની ઉમ્મરે પાકે પશ્ચાતાપ કરેલો હતે. ખુદાઈ ઈચ્છાએ મને પણ એવી મતી પ્રાપ્ત થાય. જે કામમાં ખુદા ખુશી ન હોય, તે કામમાં માણસ જે થોડી કોશીશ કરે તે ત્યાંના છુટક બારાની બારી થઈ જાય છે. - હવે આપણે જે ઉંડી અલથી નિહાળીએ તે બાદશાહે વખાણમા રૂપમાં દારૂને ખરેખર વખે છે. જેથી કરી તેનાથી દૂર રહેવાની ઘણી જરૂર છે.
. . કોઈપણ માણસ પાસેથી ઘર વેરે લેવો નહીં અને, અમારા લશ્કરમાંથી કોઈપણ માણસ પહેલ વહેલો કેઈપણું શહેરમાં આવે તે ભાડે ઘર રાખે, નહીંતે શહેરથી બહાર તંબુ ઠોકી પોતાને વાસ્તે ઘર બનાવી તેમાં રહે. ખરેખર પ્રજા પીડા આ કરતાં બીજી કોઈપણ ખોટી નથી, કે બાળબચ્ચાંની સાથે કોઈ કુટુંબ ઘરમાં બેઠું હોય, ને વગરપુછેગા છે તે ઘરમાં કોઈ આવી સારી જગ્યા હોય ત્યાં જઈ ઉતરે; તે તેનાં બાળબચ્ચાં ક્યાં સુધી અને શીરીતે બચી શકે ! કઈ વખતે એવી પણ જગ્યા હોય છે, કે જ્યાં એક બે હાથ જેટલી પણ જગ્યા તેમને મળતી નથી.
છે. કોઈપણ ગુનાહની શિક્ષામાં નાક કાન કાપવા નહીં અને કાંડાની શિક્ષા માર્યા સમાન બીજી એકપણ શિક્ષા નથી. માટે બીજા ગુનાહને વાસ્તે વારંવાર ચેતવણી મુજબ શિક્ષા કરવી, અથવા તે ધાર્મિક પુસ્તકોની બીક દેખાડવી.
૮. જકાત ખાતાવાળા તેમજ જાગીરદારોએ પણ રૈયતની જમીનને જોરજુલમથી લેવી નહીં, તેમ પિતાની કરી લઇ તેમાં ખેતી પણ કરવી નહીં. જે પ્રગણાનો જે જાગીરદાર હોય તેણે તે જાગીરની અમલદારી કરવી નહીં તેમ પ્રગણામાંથી જબરદરતીથી મજુરીનું કામ કરાવી પિતાની જમીનની ખેતી પણ કરવી નહીં. પરંતુ ફક્ત પિતાનું મેહસુલ અદા કરવાનો પ્રયત્ન કરતા રહેવું.
છે. મનુષ્યપણુની આબરૂના લીધે કોઈ માણસ અફીણ ખાઇને મરી જાય અને બીજો માણસ કોઈ તેની સાથે બેઠા હોય તો તે ખુનમાં તે માણસને ગુનેહગાર ગણું નહીં. '
૧૦. અમલદારોએ મોટાં શહેરોમાં દવાખાનાં સ્થાપી વૈદ્યોને રાખવા અને મુસાડેરોમાંથી જે કોઈ માંદો પડે તેને દવાખાનામાં લઈ જઈ દરબારી નાણાંને ઉપયોગ કરી તેને સારો કરી ખર્ચ આપી રવાને કરે.