________________
[ ૧૮૦ ] કે જેની દિવાલો, છત અને ભોંયતળાઉં સાફ હોય એવા મકાનમાં વગર નિશે તેવું એ મુર્ખાઈ છે. સારી જગ્યાએ નિશો અને સુંદર સ્ત્રીઓ તે એક જુદીજ ખુબી છે. દારૂ કરતાં બીજો કયો નિશો ચઢીઆત છે ? જે અફીણના બંધાણી બને તો, હે ખુદા ! માણસને પુરૂષાતનથી જ દુર નાખી દે છે, જે અફીણ સારી અસર કરે છે એમ માનીએ તો આફરો ચઢાવ્યા શિવાય અને કબજ વધાર્યા વિના બીજું તેનાથી શું બને છે ? તે શિવાય બીજો તેમાં એકપણ સારો ગુણ નથી; તેમજ ફલેનીઆ તે વળી અફીણને ભત્રીજે છે.
કવિત. બેઝ દર કાસએ ઝર આબે તર બનાક અંદાઝ, પેશાઅઝ અંગહ કે શવદ કાસએ સર ખાક અંદાઝ; યા રબ આ ઝાહિદે ખુદ બી કે બ ખુદ એબ નદી,
દુદ આહશ દર આઇને ઇરાક અંદાઝ; પરંતુ દારૂ ઘણો પીવાથી મારી એવી હાલત થઇ છે કે દરરોજ વીશ અને કઈ દિવસે વિશ કરતાં પણ વધારે પ્યાલા પીઉં છું. તે દરેક પ્યાલે અધા શેરનો છે, કે જેના આઠ પ્યાલા ઇરાકી એક મણની બરાબર થાય છે, તેની એટલે સુધી મારી ઉપર સત્તા બેસી ગઈ છે કે, જે બરાબર વેળાસર ન પીવાય ને જરા વાર થાય તે મારા હાથ પગ કાંપવા લાગી જાય છે અને બેસવાની આય (હોશ) પણ રહેતી નથી. મેં એવો નિશ્ચય કર્યો કે આવી રીતે મારાથી મારું કામ કશુંએ બની શકશે નહીં, જેથી તેને ઘટાડવા માંડ્યા, છ મહીનામાં વીશ હાલાથી પાંચ ઉપર આવી પહોંચ્યો. જે હું કંઈ મારા મન પ્રમાણે ઉજાણી કરું તો એક બે પ્યાલા ઉપર વધે છે. ઘણી વેળાએ જ્યારે દિવસ એક બે ઘડી રહે તે વખતે હું દારૂ પીવા ભાડું છું, પરંતુ આ વેળાએ રાજ્યકારોબારના હેતુને લીધે હુશીઆરી રાખવાની જરૂર છે તેથી રાત્રે ખુદાની બંદગી કર્યા પછી પીઉં છું અને પાંચ પ્યાલા ઉપરાંત કોઈપણ રીતે વધારે પડતો નથી તેમ એથી વધારે પીવાને મારું મન પણ કહેતું નથી. આ વખતમાં માત્ર ખાણું ખાવાને અર્થે જ એકવાર પીવાનું રાખ્યું છે, તે પણ દિવસે તો પીવાને એક જ વખત છે. હવે મનુષ્ય માત્ર ખાધા પીધાંથી જ જીવે છે તેથી મુદલ તે મુકી દઈ શક્તિ નથી. નહીંતર મનમાં તો એમજ છે અને ખુદાથી પણ એવું જ ચાહું છું કે, પાકે પશ્ચાતાપ કરી સદાને તમુખી બનું. મારા મોટા બાપે પણ