________________
[ ૧૮ વિથ ગાઉ ઉપર આવેલ છે અને ઉત્તર દિશાએ ઠઠ્ઠાને સુ છે તથા કાળી પાડી ધરતી છે અને તેમાં ઢેકાલા છે, ત્યાં થોડાક છાંટા પડયા પછી તે લપસણી માટી થઈ જાય છે અને તેમાંથી રસ્તો મેળવે તે ઘણું કઠણ કામ છે. તેમાં ફળફળાદીનાં કે બીજા કંઇપણ ઝાડપાન નથી. પરંતુ કેટલાક ડુંગરમાં તથા વસ્તીઓમાં આંબા, રાયણ, આંબલી તથા બાવળની ઝાડી હોય છે અને કચ્છી ઘોડે ત્યાં ઉછેરાય છે. તેમાં જુદી જુદી નાત જાતના લોકો રહે છે, રજપુત તથા કેળીઓની વસ્તી છે અને ભાલાવાળા લુંટ ભાર કરતા સ્વારો કે જે ઘોડાઓના બળના લીધે કે જેઓ વિજળીસમાન છે. કેટી કરવાને લાગ મેળવ્યાથી આવજાવ કરે છે તે સ્વભાવિક રીતના ડાકુઓનો ધંધો કરે છે, અહીં લશ્કર લઈ ગયા શિવાય મેહસુલ લેવાય છે. આ દેશમાં આવી ભરાય છે, એમાં જુદા જુદા નામના કેટલાક હલાઓ છે. હાલાર, સોરઠ, ગેહલવાડ તથા બામપીઆવાડ. તેમાં બંદરો અને નાના મોટા મુસાફરખાના તથા મોટા મોટા નવા કિલ્લાઓ છે, હિંદુઓનાં તિર્થો છે જેમકે દ્વારકા, સોમનાથ તથા શેત્રુંજા વિગેરે એવાં અગણિત કે જે લખવાથી લખાણ થઈ જાય અને ખરીફ કરતાં રવી પાકમાં દાણું વધારે નિપજે છે. જમીનના જેરને લીધે ખેતીની વેળાએ તરતજ વાવણીની જરૂર નથી. ઘઉં તથા ચણું વરસાદ વિત્યાપછી વાવે છે.
હવે ભય જે ભેજવાળી હોય તે થોડાં પાણીથી તૃપ્ત થઈ જાય છે અને તેને ઝાકળની મદદ મળેથી ભીનાશ વધી કાર્ય સિદ્ધ થાય છે ત્યાં ઝાકળ વધારે પડે છે. પશુઓના ખાવાના દાણાની ઉપજ છેડી છે તે ત્યાં થતા નથી. ઉત્તમ પ્રકારના કાઠા ઘઉં ઘણા સારા નિપજે છે. એ દેશ જોવાલાયક છે.
સુલતાન અહમદ અહમદાબાદ વસાવનાર બે વખત તે દેશ જીતવાને ગયે પરતુ કંઈ બની શક્યું નહીં. તે પણ સને ૭૦૦ હિજરીમાં સુલતાન મેહમુદ બેગડે રાય મંડલીકથી લડાઇ કરી એક કિલ્લો બાંધી તેનું નામ મુસ્તફઆબાદ રાખ્યું હતું. એનું પૂર્ણ વર્ણન મિરાતે સિકંદરીમાં કાલ છે અને જુનાગઢ નામ રાખવાનું કારણ ભરૂસાદાર સોરઠીઓ એવી રીતે બતાવે છે કે સોરઠના રાજાના વખતમાં કે જેનું નામ મંડલીક હતું. એહમદાબાદવાળા સુલતાન મહમુદના વખતમાં જે મંડલીક હતો તેની સાથેના