________________
[ ૧૮૨ 3 હિંદુ લેને ૮૦૦ વર્ષ થયાં હોય એમ બતાવે છે. તેઓ એક પછી એક પેઢીથી ઉતરતા ત્યાંનું રાજ્ય કરતા હતા. તેમની રાજધાનીની જગ્યા જુનાગઢથી પાંચ ગાઉને અંતરે વણથલી નામનો ક હતા અને તેની આસપાસ ઘણું બિહામણું જંગલ હતું. એક ફારસી કવિ તે વિષે લખે છે કે –
ઝિ બસ બુસ્ત બિયારી ઝિ અશજાર, નમુદે રે રેશન શું શબેતાર. બનેએ બુદ તારી આ ખ્યાબા,
કે ગુમ ગતે દરાં ખુરશી દે તાબાં, અર્થ–ભારે ઝાડનું તે વન હતું, કે ચળકતો દિવસ તેમાં અંધારી રાત સરખો રહેતા, તે વન એટલું અંધકાર હતું કે, ચળકને સૂર્ય પણ તેમાં ખોવાઈ જતો.
દેહરે, વનવગડાની ઝાડીઓ ખરે અંધકાર ભરપૂર, પ્રકાશિત દિવસ જ્યાં કાળી રાત જરૂર, પ્રકાશિત સુરજ કદી ભુલે ચુકે જાય,
જ નહીં શબે કદી એવો તે બેવાય. ભોગોગે એક લાકડાં વાઢનાર ઘણી મહેનતે ભારે ચાલાકીથી તેમાં પિઠ અને ધિમે ધિમે ત્યાંસુધી ગયો, કે કિલ્લો અને તેના દરવાજાનાં ચિન્હ તેના જેવામાં આવ્યાં, ત્યાંથી તે પાછો ફર્યો અને જે કંઈ જોયું હતું તે સઘળું રાજાને કહી સંભળાવ્યું. તે લાકડાં કાપનારના કહેવા પ્રમાણે ઝાડી કાપવા માંડી અને ઠેઠ સુધી પહોંચ્યા. ત્યાં એક નવાઈ જેવો કિલ્લો દીઠો, કે જે ગિરનાર પર્વતની પશ્ચિમ તળેટીમાં બાંધેલો હતો. એવો કિલો કે જેનું મથાળું આકાશે લાગેલું અને આસપાસથી તેને દિવાલો કરેલી હતી. તેની ઉપર કાંગરા કાઢેલા હતા, તેને ત્રણ દરવાજા હતા. એક પૂર્વ ભણીને, બીજો પશ્ચિમ તરફને અને તે દરવાજાઓમાં બીજો ભીતર દરવાજો અને એક ઉત્તર તરફને દરવાજો કે અંદર આવવાની વખતે તેમાં થઈને જ જવું પડે. તેની અંદર બે ઉંડા કુવા છે. એકનું નામ નવખંડ અને બીજો એકેડલીઆ અને બે વા કે જેમનાં નામ અડી તથા ચડી છે. રાજા મંડલીકે તે કિલ્લો બનાવનાર રાજાઓનાં નામ તથા એંધાણીઓ ત્યાંના જુનામાં જુના માણસોને પૂછયાં;