________________
[ ૭૩ ] છે અને હ૮ માં પ્રવિણ લોકોમાં મુખ્ય પુષ, વક્તાઓના પ્રમુખ અને ધર્મશાસ્ત્ર તત્વ શોધકના ઉપરી શાહજહુદદીન અલવીનું મૃત્યુ થયું. અને જે ઠેકાણે તેમની પાઠશાળા હતી ત્યાં તેમને ભુમીદાહ થયે. શેખ વહુદદીન ઉપરથી તેમની સાલ નિકળે છે.
ગઝનીખાન જાલેરી કે જેણે ખાનજહાંને, મુઝફફરની લડાઈની વેળાએ જાલોરની હદમાં સાથે જવા ના કહેલી હતી અને અલ્પબુદ્ધિના લીધે અજ્ઞાનતામાં પડયો હતો તેનું પરિણામ એ આવ્યું કે તા. ૨૯ મોહરમના દિવસે જ્યારે ખાનખાનાએ એક લશ્કરી ટુકડી તેની ઉપર મેકલાવી ત્યારે તેમાં તેને એમ જણાયું કે હું પુરો નહીં પડી શકું ત્યારે પોતે ઝંખવાણું મોટું કરી નમી પડ્યો. આ વેળાએ ખાનખાનાએ દયાદ્રષ્ટી ઉપર નજર રાખી, જાલેર કે જે તેનું વહાલું વતન હતું તે તેને પાછું આપ્યું. . સને હટ હિજરીમાં એક આજ્ઞાપત્રીકા આખા હિંદુસ્તાનના રાજ્યની ઝકાત (ટેકસ) વિષે પ્રગટ થઈ જેની નકલ આ પ્રમાણે છે. - જકાત (ટેકસ) ન લેવા વિષે બાદશાહી ફરમાનની નકલ.
વર્તમાન અને ભવિષ્યના અમલદારે તથા સરકારી રાજ્યના સઘળા અધિકારીઓએ પણ જાણવું કે, હાલ અમારા રાજ્યાસન ઉપર બેસવાના શુભ મુહુર્તને આ સાતમું વર્ષ બેઠું છે, કે જે, આ રાજ્યની લક્ષ્મી તથા ભાગ્યની વસંતરૂતુને મંદમંદ હાસ્યનો પ્રારંભકાળ છે, અને તમોગુણના પ્રાતઃકાળની પહેલી ઘડી છે. સર્વસાર ફરમાન અને લાભ, પ્રેમપૂર આજ્ઞાપત્ર દિવસથી વધારે પ્રકાશ મારતું ઝકઝક કરતું ફરમાન પ્રગટ થયું. તે એવી મતલબનું કે, માટે કાયદા સંગ્રહ અને ખુદાઈ કાનુન કે જેથી કરી તે ગ્રહણ કરનાર અધિકારીઓ તેની પેઠે વતે. કે જેથી કરી દેશે અને શહેરનો એટલે દેશીઓ, દેશાટણ કરનારાઓ, ધંધાદારીઓ તથા વહેપારીઓને બોબસ્ત ન્યાયી રાજ્યકર્તાઓના આશરાથી અને ઉદાર દીલના મહાન બાદશાહની નજરથી તે સરંજામે પહોંચે. તેમાંથી એક કારણ વસુલાત છે, કે જે ઉપર જય મેળવતી સન્યાનો મુખ્ય આધાર છે. સન્યા એ રાજ્યનો મોટો સ્તંભ છે. કેમકે તેઓ સત્તાના રક્ષક, ભાલમિલકતના સંભાળનારા અને પ્રજાનું રક્ષણ કરનારા છે. કર (જકાત) કે ' ૧ ખાનપુર જજ સાહેબની જુની કચેરી પાસે એમની દરગાહ છે, અબદુલ્લા સાહેબ તેમના વંશમાં હાલ ગાદી ઉપર છે.