________________
[ ૧૭૪ ] જે જણસો ઉપર લેવાય છે તે વેચાણ ખરીદીની દુકાને તથા બીજે દરેક ઠેકાણેથી લેવાય છે. • .. સમતુલ્યતા, ડહાપણ અને પ્રમાણિકપણું રાખનાર પુરૂષો જે પિતાની શુદ્ધ બુદ્ધિ અને સાચી નિષ્ઠાથી નીતિને રસ્તે સદવર્તનવાળી વર્તણુંક ચલાવે તે તેમની મનેચ્છાઓ પરિપૂર્ણ થાય છે અને તેઓ સુખી થાય છે. ખુદાની કૃપા છે કે વૃત્તાંતના પ્રારંભથી જે ન્યાયમિશ્ર છે, ઇન્સાફી નિષ્ઠા અને અંતરની ખુદાઈ યુક્તિ કે જેમાં ઐશ્વર્યતાને વાસ છે તેવી બાદશાહની ઈચ્છાઓ સઘળાં સંકટ નિવારણ અને લીઝીક સુખ સ્થાપન ભણીજ રોકાયેલી રહે છે. પ્રજા ખરેખાત અંતરના સંતાન અને ખુદાની ધરવત છે. કતાર્થ કૃપા !!! ચકચકીત પ્રકાશ મારતા ન્યાયને લીધે હિંદુરતાન તથા તે શિવાયનું સરકારી બીજું રાજ્ય આજ જાત જાતની લાડ તથા ખુશ વખતીનું સરોવર થઈ ગયું છે અને સપ્તખંડના પ્રવાસીઓનું આશ્રયસ્થાન બની રહ્યું છે.
આ વખતે બાદશાહની મોટી કૃપાના કારણે અને ખુદાઈ પ્રાપ્તિવાળા અંતઃકરણની દયાને લીધે આજ્ઞા અને પાકે હુકમ પ્રસિદ્ધ થાય છે કે, સઘળી જાતના દાણું, વનસ્પતિઓ કે જે આહાર અને ઔધીના કામમાં આવે છે તે, ઘી, તેલ, મીઠું, ખાંડ, જાતજાતની સુગંધીઓ (અત્તર વિગેરે) જાતજાતના કપાસ, રૂ, ઉનને સામાન, ચામડું, ત્રાંબાના ઘાટ, હળદર, હીરાની કાઠી, ઘાસ તથા બીજી જણસો વિગેરે સરંજામ કે જેની ઉપર પ્રજાને આધાર છે અને નિચ ઉંચ માણસોના ધંધાની માલમિલકત છે, તેમાંથી ઘોડા, હાથી, બકરાં, ઘેટાં, હથીઆર તથા હીરકશી લુગડાંઓને બાદ કરી, રાહદારી કર (જકાત) એક સોએકી જે થોડું અથવા વધારે સરકારી હિંદુસ્તાનના રાજ્યમાં લેવામાં આવે છે તેને માફ કરવામાં આવી છે અને કાઢી નાખી છે. - આજ દિન સુધી બાદશાહી અધિકારીઓ તેના જેવાં કામ કરતા હતા. તેઓએ જાણવું કે જેરાવોનો લુંટનો હાથ ગરીબો ઉપર લાંબે ન થાય અને તુચ્છ બુદ્ધિવાળા બળવતન કેર વરતાવતાં પગલાં, ધુળમાં મળેલ તાબાના માણસોના મસ્તક ભેદવા ભણી દોરાય નહીં. *. આ વખત એવો છે કે બાદશાહી રાજ્યસત્તા તથા બળનો ભય, મનુ વિના મનમાં ઠસી બેઠેલો છે, અને ન્યાય તથા દયાને પ્રકાશ, સૃષ્ટિના તથા રાજ્યના રક્ષણસ્થળ સંધાઈ જઈ ખુદાને પાડ માને છે, સઘળી