________________
[ ૧૬૪ ]
પ્રગટ થશે. જેમાંના કેટલાક સહસ્ર સાલાથી શહેરામાં પ્રસિદ્ધ છે, તેમજ આ સહસ્ર સાલમાં ન્યાય દીપાવનાર રાજધારીએ અને તત્વખાળક વિદ્યાના થયા છે. આ વસ્તીમાં કેટલાંક ટામેા જાણુમાં આવેલાં, કે જે વિષે મરજી સંપાદન કરવા તથા પ્રાચીન કાળને સ્મરણમાં રાખવાના અર્થે તે જુના વખતના લોકોને તે સુખશાંતી કાળ યાદ રહેવાનેમાટે અમે પણ ચાલુ રાખીએ છીએ.
હવે સધળા સરકારી મુલકમાં મેટાં શહેરા, નગરા તથા કસ્બામાં પુખ્ત તથા સંપુર્ણ રીતે ચાલુ કરવાના હુકમ આપવામાં આવે છે. એ વાતમાં પૂરા બંદોબસ્ત રાખી શ્રેષ્ઠપણ વાતની ખામી ન આવવા દેવી. નવરોઝના દ્વિવસેાની ટીપ આ પ્રમાણે છે.
દશમી વરદીન માહે ઇલાહી, ત્રીજી ઝરદી બિહિસ્ત માહે ઈલાહી, છઠ્ઠી ખુરદાદ માહે ઇલાહી, તેરમી તીર માહે લાહી, સાતમી અમરદાદ માહે ઇલાહી, ચેાથી શહેરપુર માહે ઇલાહી, સેાલમી મહેર માહે ઈલાહી, દશમી આબાત માહે લાહી, આમી, પંદરમી અને તેવીશમી દે માહે ઇલાહી, બીજી ખેહમન માહે લાહી, પાંચમી સદીઆર માહે ઇલાહી.
પાળવાને અર્થે સરકારી હુકમ પ્રમાણે ઉપર મુજબ લખાએલું છે. અકબર-આજ્ઞાએ.
શ્રેષ્ટ સરકારના ક્રમાના કેટલાક જરૂરી, માન્ય કરવા તથા દુર રહેવાને અર્થે સરકારી દાખરત કરનારા લોકો ઉપર એવા હુકમ થાયછે કે, રાજ્યના કારભાર કરનારા અમલદારા, કે જેઓ ભાગ્યશાળી પરીવાર, ખરા મનવાળા રાજકુવરેા, ઉંચી પદવીના અમીરા, સઘળા મનસખદારે, અધિકારીઓ તથા કોટવાલાએ વસ્તીઓ, ગામડાં તથા કસ્બાએ વિગેરે સર્વે ઠેકાણે હુકમને માન આપી તે પ્રમાણે અમલ કરવા
(૧) પ્રથમ શરૂઆતમાં એમ જાણવું કે દરેક કામમાં ખુદાઇ ઇચ્છાને શરણે થવું અને ખુદાના આધિન થઇ પેાતાને તથા ખીજાને મજુર ન રાખી તે કાર્યના પ્રારંભ કરવા. (૨) એકાંતને પસંદ ન કરવી, કેમકે એ રૂઢી ત્યાગી-વનવાસી લોકોની છે, તેમજ હમેશાં સામાન્ય રીતે લેકામાં બેસવું, પરંતુ લોકોની ગડબડમાં એવાની ટેવ ન રાખવી; કેમકે એ ટેવ ખજારી લેાકેાની છે. મતલમ કે બેસવા ઉડવામાં મધ્યસ્થ રહી સમતુલ્યતાના માર્ગને હાથથી જવા ન દેવેશ, (૩) શ્રેષ્ઠ પ્રજા એટલે મેટા