________________
આલમઅરબસ્તાન, તુર્કસ્તાન, માવરાઉન નહેર, ખુરાસાન, ઇરાકવિગેરેમાં તે સારી રીતે ચાલુ છે અને દુનિયાના શાસ્ત્રીઓ અને દરેક બેલીના વિદ્વાને તે પંચાંગને ચાલુ રાખવાની ખંત ધરાવે છે તેથી કરી તે કોની ફરી ફરીની અરજ તથા તેમનાં મન રંજન કરવાની માગણીઓ કબુલ રાખવામાં આવી અને સરકારી હુકમ નિકળ્યો કે જે નવરોજ તપ્તનશીનીની વર્ષગાંઠની પાસે આવેલ તેને તારીખે ઈલાહીની શરૂઆત ગણી સહેલાઈ તથા આનંદનાં બારણું ઉઘડે અને બુદ્ધિની ખાણથી માન્ય કરવાયોગ્ય આજ્ઞા નિકળી કે ગણિતશાસ્ત્રીઓ ઈસલામી આલમમાં ચાલતા જાણુતા ટીપણુઓ સાથે જેમકે અરબી, તુર્કી, ફારસી જલાલી લખે છે તેમજ એને પણ તેમનો ભાગ ગણી દાખલ કરે, કે જેથી સહેલાઈનાં દ્વાર ઉઘડી જાય અને હિંદુસ્તાનનાં પંચાંગોમાં જુદી જુદી તારીખે તેમની જગ્યામાં નોંધે. વિશેષ્ય કરીને વિક્રમી તિથીએ કે જેનું મૂળ ઠગાઈ સરખું છે ત્યાં આ નવી તારીખો લખવી અને તેમની જુદી જુદી અડચણવાળી તારીખને કોરાણે મુકવી
હવે જાણીતા ટીપણુઓમાં વર્ષો સુર્યગતીનાં તથા માસો ચંદ્રગતીના હતા. તેથી હુકમ થયો કે આ નવા પંચાંગના માસે પણ રવીગતીના હોવા જોઈએ.
હવે દરેક જ્ઞાતીના બુદ્ધિવાન પુરૂષો તથા અડચણ ટાળનારાઓએ ઉપકાર તથા પાડ માનવાને વર્ષોના મહીનાઓથી પંચાંગને, ખગોળની સમતુલ્યતાને તથા આત્મિક સંબંધનાર્થે સામાન્ય પ્રજાને માટે અને સઘળા સમુદાયને આનંદ પમાડવાને વાસ્તે કે જે કામ એટલા બધા પોપકારનું છે તે લોકોએ એને એયાર એટલે કસોટી નામ આપ્યું છે, તેમજ તે આનંદી કાળમાં ઉપકાર માનવાની બિનાને મજબૂત કરી ખરા પવિત્ર અંતઃકરણથી સઘળી સેવાઓનાં ફળ તથા સર્વ ભક્તિઓને આધાર તે ખુદાના ગુણ માનવાની બનતી કોશીશો કરી છે. લાચાર તથા તવંગર તેમજ નાના તથા મોટાઓએ પિતાની શક્તિ પ્રમાણે પરોપકારી કૃપા તથા દયાની પંગતે ઉઘાડી મુકી આરામ તથા સુખશાંતીનાં દ્વાર પીડાયેલા મનો અને દિલગીર કાળજાવાળા સંસારીઓ માટે ઉઘાડી દરેક પ્રકારની કૃપા તથા ઉપકારનાં કામો બનાવ્યાં છે.
તે ઉપરથી કેટલાક મેળાવડાઓ કે જેમની ટીપ આ અજ્ઞાપત્રથી