SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ L[ ૧૫૭ ] મુઝફફર પોતાના દીકરાને જામની પાસે મુકી પિતે અહમદાબાદ ભણી ગયો છે. ખાનખાનાએ અભિન્નભિન્ન વચનથી પિતાની ધારણાને બીજી ઘાલમેલમાં ન નાખતાં સૌથી પહેલાં જામના તરફ જવાનો નિશ્ચય કર્યો, અને હિમ્મત રાખી ત્યાં જઈ ઘણું રજપુતેને તલવારનો ભોગ બનાવી દીધા. ત્યાંથી લુંટની ઘણું માલમિલકત સરકારી નોકરીના હાથમાં આવી. જ્યારે જામની ગાદીની જગ્યા નવાનગર તરફ ચાર ગાઉના અંતર ઉપર આવી પહોંચ્યો ત્યારે જામે આપન, નમ્રતાઈ તથા લાચારી જણાવી રાયદુરાગ તથા કલ્યાણરાયને મધ્યરત નિમી દીધા અને પિતાના કુંવરને શેરગ્રહ નામના હાથીની સાથે અને બીજી ભેટો લઈને સેવામાં રવાને કર્યો. - હવે ખાનખાનાએ કાળને અનુસરી તે વાત કબુલ રાખી, ત્યાંથી ફરીને મુઝફફર અહમદાબાદ ગયો છે તે ઉપરથી તે તરફ રવાને થયો. જ્યારે મુઝફફર પ્રાંતીના થાણા નજીક પહોંચ્યો ત્યારે પ્રાંતીના થાણાની ફેજના માણસે એક ઠેકાણે ભેગા મળી તેને ટાળવાની ગોઠવણ કરતા હતા અને બહાદુરી દેખાડતા હતા કે જેઓ શત્રુમાંના ઘણાખરાઓને કાપી નાખતા હતા. ખાજાએઝદીએ પિતાના વફાદાર માણસની સાથે શત્રુઓ ઉપર તુટી પડી શત્રુના પગ ઉઠાવી દીધા, તેમાંથી મુઝફફર હાર પામીને નાશવા લાગે. જોકે આ લડાઈમાં સરકારી સિપાહીઓને ઘણું ઘા લાગ્યા હતા પરંતુ શત્રુના સારા સારા ઘણા માણસે કપાઈને ધૂળધાણી થઈ ગયા. રસ્તામાં આ જયની વધામણું ખાનખાનાને મળી તેથી તેણે આ ઉપકારનો ખુદાનો પાડ માન્યો. હવે ખાનખાનાએ સને ૮૮૨ માં શહાબુદ્દીન એહમદખાન કે જે ભરૂચના જીલ્લામાં હતો તેને માળવાની સુબેદારી ઉપર મોકલ્યો અને પિતે તે તરફ રવાને થઈ એજ વર્ષમાં ગુજરાતના બંદોબસ્તથી પરવારી સરકારની સેવામાં સલામ માટે ગયો. બાદશાહે તેને ઘણું માન આપ્યું અને થોડા જ દિવસમાં આબાદ દિલ્લીની રાજધાનીથી પાછો ફરી ગુજરાતના અધિકાર ઉપર પાછા આવ્યા. સને માં માટે ખાન મિરઝા અઝીઝ કેકલતાશ ફરઝંદી બાદશાહી કુટુંબના માનને પામ્યો અને દક્ષિણની મુલકગીરી ઉપર ગયો હતા. લશ્કરના સરદારની ખટપટના લીધે ફોજને મુકી એકલો અહમદાબાદ આવ્યો હતો કે જેથી કરીને ખાનખાનાની હું મદદ કરું ખાનખાના તેને લેવાને ગયો. તેનું આવવું મુબારક છે એવું દર્શાવી કુમકની
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy