________________
[ ૧૫૮ ] તૈયારી કરતું હતું, પરંતુ અહીં પણ ખટપટી લોકોનાં વચનથી મન ઉચાટ થઇ જવાનાં કારણથી આ કાર્ય ઉપરથી હાથ ઉઠાવી લીધો અને કંઈપણ કામું બન્યું નહીં ને જેવો આવેલો હતો તેવોજ માળવે ગયો.
સન ૮૮૫ માં સુલતાન મુરાદ શાહજાદાના લગ્નના અવસર ઉપર શ્રીહજુરના આમંત્રણથી ખાનખાના દરબારમાં ગયો. કલીખાન તેની ગેરહાજરીમાં અહમદાબાદની સુબેદારીનું કામ કરતો હતો. - ખાનખાનાના માબાપે મુકેલું નામ અબદુર રહીમ હતું તેના બાપ બેરામખાનના કપાયા પછી ચાર વર્ષની ઉમ્મરમાં બાદશાહના બોલાવવાથી હજુરમાં આવેલો. આ વર્ણન પહેલાં લખવામાં આવ્યું છે અને હજુર બાદશાહની છાયા તથા નજરની દેખરેખ તળે કેળવાયો હતો. પહેલાં મિરઝાખાનની બાદશાહી પદવીને પામ્યો અને સન ૮૮૩ માં ગુજરાતની સુબેદારીની પદવીએ ચઢાવવામાં આવ્યો હતો, તેને થોડા દિવસમાં જ હજુરમાં બોલાવી લેવામાં આવ્યો. વજીરખાન તેના નાઇબ દાખલ કામ કરતો હતો તે બીજી વખતે સુબો થઈને આવ્યો, ત્યારે મુઝફફરને હરાવ્યાથી તેના બાપની ઉંચી પદવીના (ખાનખાના)ના પદને પામ્યો. આ એક નિપૂણ પુરૂષ હતો, તેની સોબતમાં પ્રવીણ માણસો રહેતા અને હમેશાં છટાદાર વક્તાઓ તેની સેવામાં રહેતા હતા. સન્યાની રચનાઓના કામમાં અને શત્રને સંહારવાની વિધામાં એક પ્રસિદ્ધ વિધાન ગણાતો હતો. એને યુદ્ધ વિધાની રચનાઓનો પિતા કહી શકીએ. ઉદારતા તથા પરોપકારમાં રાતમતાઈથી ઘણો વધેલો હતો, લેકમાં તેના અચંબા પમાડનાર ગુણોના વર્ણન અને વારતાઓ જે લખવામાં આવે તો એક જુદું જ દફતર થઈ જાય. જે કદી કવિત રચના ઉપર તેનું મન આવી જાય તો રસથી રેલછેલ અને કવિતા કે જે જાદુઈ વર્ણન કહેવાય તેથી હનીશના પાનાઓને શોભાવી દેતો. આ કવિતા જે લખાઈ છે તે તેનીજ કરેલી છે.
ગઝલ સુમારે શોક ન દાનિસ્ત અમ કેતા ચંદુસ્ત, જીઝ ઇકદર કે દિલમ સંw આરઝુમંદસ્ત, ન કુલ દાન ન દામ ઇ કદર દાનમ, કે પાયતા સરે મન હર હસ્ત દરબદસ્ત. ખ્યાલ આફત જ ગો ખાબ દુશ્મને ચરમ, બલાય નામ શબત ઈન મેહર વિંદસ્ત,