SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૪ ] ત્યાંથી નવર'ગખાતે જુદો કરી સૈદ દોલતની ઉપર મેકક્લ્યા. તુવે શત્રુ પાસે આવીને લડવા લાગ્યા. તેમાં છેવટે બાદશાહી ઝંડાનેા ય થયેા અને અકર્મી શત્રુએ પગ ઉડાવીને નાસી ગયા. તાલખાન પણ તેહ કરી આ લશ્કરને આવી મળ્યા. મુઝફ્ફર નર્મદા નદી ઉતરી અહમદામાથી સાડ઼ ગાઉને અંતરે આવેલા ઝમા પહાડામાં જઇ સતાયેા. સરકારી અમીરાએ નાંદોદ કસ્બામાં રણસંગ્રામ રચી તેને પકડવાનુ કામ ચાલુ કરી, ત્યાંથી ફાળે ગાઢવી દ્રઢ નિશ્ચય કરી રાજ્યશત્રુને ટાળવા યત્ન કરવા લાગ્યા; પરંતુ એવા વખતમાં તે કહીણુ માણસા ઝંખવાણા પડી ગયા અને તેમનું લશ્કર વિખરાઇ ગયું. તેમાંથી ધણાખરા લોકે મીરઝાખાનને આવી મળી ગયા અને થોડાક દક્ષિણ તરફ જતા રહ્યા. એવી રીતે તેને પડાવ લુંટાઇ ગયા. આ લડાઇમાં આશરે ખેહાર માણસા વેરીની તલવારના ઘાથી ઘાસની પેડે કપાઇ ગયા અને પાંચસા માણસા કાળના પામાં કેદી પકડાઇને સપડાઈ ગયા. જ્યારે આ વધામણી ખાદશાહના શ્રવણે પહોંચી ત્યારે મીરાખાનને ખાનખાનાની પઢવી અને પાંચહજારીની સત્તા મળી તે સિવાય બીજા લોકો પણ પોતપાતાની ચાગ્યતા પ્રમાણે સેવાના બદલામાં માન પામ્યા. જ્યારે ખાનખાના નાંદોદથી અહમદાબાદ આવ્યેા ત્યારે દેશની આખાદી અને તાબાના લોકોને લાભ કરવા તરફ્ પેાતાનું લક્ષ આપવા લાગ્યા. તેમજ જે ઠેકાણે મુઝર ઉપર જય મેળવ્યા હતા ત્યાં સાબરમતી નદીના કાંઠા ઉપર એટલે ખટપુર સરખેજ આગળ, કે જે શહેરથી ત્રણ ગાઉ થાયછે ત્યાં એક બગીચા બનાવ્યા અને તેનું નામ ફતેમાગ રાખ્યું; કે જેમાં હમણાંસુધી તેની ઇમારતાના કેટલોક ભાગ તથા તેની પુરતી દીવાલાનાં ખંડેર જોવામાં આવેછે, પણ તે પડતર રહેવાથી ત્યાં ખેતી થાયછે અને તેની આમદાની ગામની આવકથી હુદીજ રાખવામાં આવેછે. ટુંકામાં મુઝફ્ફર રાજપીપલાની સાંકડી ખીણમાંથી નિકળી ઘણી માડી અવસ્થામાં પાટણ તરઃ રવાને થયો અને તેવી રીતે મીર આમેદ, સીરક યુસેફ, સીરક અફ્કલ, અમદુલ્લા તથા મીર હુસેન એ શ્લોકા મહુધા પાસે બંડ ઉડાવવા લાગ્યા. ખાનખાનાએ શાદમાનમેગ ૧ ખાનેાના ખાન.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy