________________
૧૫૩
આધાર રાખી હિમ્મતરૂપી ઘેાડાની લગામ ઝાલી લીધી. મસ્ત હાથી જે ફેાજની આગળ હતા તેઓ છુટા થઇ ગયા અને વટાળીઆની પેઠે રણુસંગ્રામમાં દોડી શત્રુઓને સંહાર કરવા લાગ્યા. મુઝફ્ફર લાચાર થઇ હાર ખાઇ નાસી ગયા, કેટલાક સાથીએ ભામુરાબાદની વાટે મહીનદી તરફ્ નાસી ગયા; દરેક ટાળી જેમ શક્યું તેમ માર્ગે પડી ગઇ અને કેટલાક તે તલવારના ભાગ થઇ ધુળધાણી થઇ ગયા. હવે દિવસ આથમવા આવ્યે હતા તેથી નાસેલાએની પુંડે જવાનુ થયુ નહી. આ બનાવ તારોખ ૧૩ મેહરમ સતે મજકુર ગુરૂવારને દિવસે બન્યા. આ સમયમાં લીજખાન શરીફખાન તથા નવર્ગખાન અને બીજી ફાજ વિગેરે માળવાના લશ્કરની સાથે વડાઢરામાં આવ્યા. હવે તે મુકામે તે લે કાને જય પામવાની ખબર મળી હતી તેથી વડેદરામાં મુકામ કર્યાં. નવર’ગખાન તથા શરીષ્માનને દીકરા મીરઝા ઝાહિક દોડતી સ્વારીએ ભરૂચ ગયા; તે એવા હેતુથી કે ત્યાં જ કિલ્લા હસ્ત કરવા. હાજી સમક, ચર્કસ અને નસીર કે જેમના તાબામાં કિા તથા રોકડ નાણુ હતું, તે દરવાજા બંધ કરો લડવા લાગ્યા; તેમાં મુઝફ્ફર નાસીતે ખભાત ગયેા અને ત્યાંના રહેવાસીએ પાસેથી નાણાં વસુલ કરી, લાંચ આપી આશરે દશ ખારહજાર માણસા ( લુચ્ચા લગાએ ) ને ભેગા કર્યાં. અને પ્રજા પણ તેને વારસ (રાજકુમાર) જાણી પ્રજાધથી તેની સાથે બંધાઇ.
જ્યારે આ ખબર અહમદાબાદમાં મિરઝાખાનને પહોંચી ત્યારે તેણે શ્રાયલ થએલા સઇદ હાસિમને કેટલાક લશ્કરી સાથે શહેર અહમદાબાદના રક્ષણને વાસ્તે માકલી હુલ્લડખારાના ખંડના નાશ કરવાની હિમ્મત કરો, માળવાના લશ્કરના સરદારા કે જેમણે વડાદરેથી ભરૂચ ઉપર ઘેરા ધાણ્યેા હતેા તેઓને લખ્યું કે તમારે અત્રે આવવું, કેમકે શત્રુએ ફરીથી ખંભાતમાં લશ્કર ભેગુ કર્યું છે. ત્યારબાદ સરખાસતી ૧૦ મી તારીખે તે મુઝફ્ફર ઉપર ચઢી ગયા. શત્રુએ પણ સૈઢિ ઢાલતને કેટલીક ફોજ સાથે ધાળકે મેકક્ષેા અને ઈમ્તીઆરૂલમુલ્કના દીકરાઓને તથા મુસ્તફાખાન સરવાનીને માસુરાખાદ તરફ્ રવાને કર્યાં. જ્યારે મીરઝાખાન ભારેજે પહોંચ્યા ત્યારે માળવાના સન્યાધિકારીએ તેને આવી મળ્યા. માળવાના લશ્કરની આવી મળવાની ખબર સાંભળી મુઝફ્ફર ખંભાતથી નિકળી વડોદરા તરફ વાટે પયેા. મિરઝાખાન પણ તેની પાછળ વડેાદરે ગયા;