SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧પર ] વધ્યા; તેમ મુઝફફર પણ ભારે લશ્કરથી તપસહિત ફોજ લઈ ઉસમાનપુર નજીક સાબરમતીની પેલી પાર મેહમુદનગર આગળ તારીખ ૮ માટે મેહરમ સને ૨ હિજરીના રોજ યુદ્ધની વાટ જોઈને બેઠે. ) - મીરઝાખાને શુદ્ધ બુદ્ધિપૂર્વક પિતાનાં લશ્કરને આજ્ઞા કરી કે મુકરર કરેલી તારીખે હું પોતે જાતે શત્રુથી ભેટવાને નિકળીશ, માટે કોઈએ કોઈપણ કાળે યુદ્ધ કરવાને ઉતાવળા થવું નહીં. આવાં ધીરજ અને હિમ્મત આપનારાં સુવચનો સાંભળી તેના માણસોને વધારે હિમ્મત આવી. આવી હિમ્મત જોઈ શત્રુના બહાદુર શરાઓ પણ ડરવા લાગ્યા. હવે બાદશાહ તરફથી અધિકારીઓ નિમવામાં આવેલા હતા, કે જેઓ માળવાના લશ્કરને કુમક પહેચડે. મીરઝાખાને કેટલીક વખત ઢીલ કરવામાં કાર્યો અને પછી સરખેજ તરફ જવાનું કર્યું. એક બાજુએ મજકુર ગામની વસ્તી અને બીજી બાજુએ બંધને એક કકડો તૈયાર કરી તેમાં આવી ઉતર્યો. પહેલાં જે ટાળી રાત મારવાને આવેલી તે સાર્થ સર્યાવિના પાછી ફરી ચાલી ગઈ. હવે સરકારી ફેજ તથા માલવાના લશ્કરના આવવાને બુમાટી ઉડેલ હતો. જેથી મુઝફફરે આ વિલંબને લાભ લેવા માટે મેહમુદનગરથી પડાવ ઉઠાવી નદી ઉતરી શાહુભીખનની કબર નજીક યુદ્ધ કરવાને આગળ પડ્યો. હવે બાદશાહી શરાઓ લાચાર થઈ સન્યા શણગારી આગળ વધ્યા. આ વેળાએ એક એ બનાવ બન્યો કે ફેજની આ હીલચાલમાં પ્રથમ કરેલી ગોઠવણો ટુટી ગઈ. સરકારી લશ્કરના શરાઓએ એકસંપ થઈ જવાંમરદીની ઘટતી બહાદુરી કરી. હવે રચના રહી નહોતી તેથી દરેક જણ એક એક બાજુ શેકાઈ શત્રુઓથી લડવા લાગ્યો, અને ઘણી ભારે લડાઈ થઈ. - મીરઝાખાન, ત્રણ સ્વાર તથા સે હાથી સાથે લઈ હિમ્મતથી પગલાં ભરવા લાગ્યો અને બાદશાહી ભાગ્યનું શું પરિણામ આવે છે તે ઉપર ધ્યાન રાખતો હતો. મુઝફફર પાંચ છ હજાર સ્વારેથી અભિમાનરૂ૫ રણસંગ્રામમાં પિતાને મોટો ગણ ઉભો હતો. જ્યારે શત્રુની ફેજમાં જય તથા સફળતાનાં ચિન્હ જણાવા લાગ્યાં ત્યારે કેટલાક હિતકારીઓએ એવો મનસુબો કર્યો કે મીરઝાખાનની સંગતવાળાઓને રોકી રાખી તેમની સાથે ગુંથાઈ જવું. એ વાત બનશે એવું જાણી બાદશાહના ભાગ્ય ઉપર ''૧ જમાલપુર બહાર કાના બાગ આગળ શાવાડી ગામની પાસે,
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy