________________
[ ૧૨૬ ]
અભાગીઆએને સાથે રાખી અહમદાબાદના ઘેરાના પાકો ખાખસ્ત રાખતા હતા અને મીરજાકાકા તથા કુતબુદીન મુહમ્મદના રતામાં અડ ચણુ કરતા પથરારૂપ થઈ પડ્યા હતા; તે અડચણ હવે દૂર થઇ.
આ લડાઇમાં શત્રુઓના ખારસા માણસા કપાયા અને પાંચસા કરતાં વધારે માણસા ઘવાયેલા સંગ્રામભૂમીમાં અહીં તહીં પડેલા હતા. જયવંત સન્યામાંથી સે। માણસા કપાઇ ગયા. હવે બાદશાહનુ મન, વૈરાગ ઉત્પન્ન કરતી ખેતીઆલમુલ્કની કારકીર્દીથી પરવાર્યું. ત્યારે આગળ વધવા ઉપર ચિત્ત ચોટાડ્યું. દિવસ આથમતાં થોડાક વખત ખાટ્ટી રહ્યો તે વખતે એક શણગારાએલી ફેજ સામેથી આવતી જણાવા લાગી. તેવિષે છેવટે માલુમ થયું કે એા મીરજાકાકા છે. તે જાણી બાદશાહ મીરજાના આવ્યાી ઘણા ખુશ થયા ને તેને ઘણાં નામેા ઇકરામે આપ્યાં. ભાગ્યશાળી મીરજાને મનના શુદ્ધ ભાવથી ગળે લગાડી પૂર્ણ મહેરબાની દેખાડી. કુતબુદીન મુહમ્મદ તથા ગુજરાતના સઘળા અમીરાએ ધરણીએ ઢળી માન મેળવ્યુ, એજ અવસરે મજકુર સેાહરાબ ઇબ્તીઆલમુલ્કનું માથું લઇ આવ્યો. તેના ભારે વખાણ થયાં. પ્રજાને ખીવરાવવાને તથા મેટા લોકોને શિક્ષાથૅ હુલ્લડખારાનાં માથાં લટકાવવાને એક બુરજ બનાવવાની આજ્ઞા થઇ.
જયના દિવસની સધ્યાકાળે બાદશાહ પોતે અહમદાબાદમાં પધાર્યા. ગુજરાતના સુલતાનાના મેહેલા આ દિલ્લીપતીના પગલાંથી વધારે પ્રખ્યાતી પામ્યા. જયપત્રીકાઓ ચામેર રવાને કરી દીધી અને દરેક નાના મેટાને ખાદશાહી નામે વહેંચાયાં, મીરાકાકા કેટલાંક ઉંડાં કારણેા તથા એકાંતવાસીઓના લીધે થોડાક ઠપકા પામ્યા, કે જે, આ તાફ્રાનીઓથી છુપા ભેદ રાખતા હતા. જ્યારે બાદશાહી પરિક્ષાએ તેના વહીવટની માહીતી મેળવી ત્યારે બાદશાહી કૃપાની તેની ઉપર ઘૃષ્ટી થવા લાગી. તે પૈકી શાહવજીહુદીન કે જે, તર્ક તથા ધર્મશાસ્ત્રમાં પ્રવીણુ હતા તેમનાવિષે એવું જાહેર થયું કે હરામખાર લોકોને માલ તેમના ધરમાંથી નિકળ્યા. બાદશાહે તેમને પુછ્યું કે આવાં કામેાથી તમને શા સબંધ છે? તે વખતે લાગતાવળગતાઓએ અરજ કરી કે પ્રીતિ અને શરમાશરમીથી એમ બન્યુ છે.
તેવીજ રીતે શાહ ગ્યાસકાદરીના દીકરાઓને પકડી લાવ્યા; કેમકે ધ્રુતીઆલમુલ્કનેા માલ તેમના ઘરમાંથી મળ્યા હતા. પરતુ રહેમની નજર