________________
[ ૧૭ ] અને ગરીબ પર દયા કરી બાદશાહે તેમને છોડી દીધા. એજ વખતે શેખ અબદુલ નબીના સગા શેખ મુઝફફર હુસેન ( ગુજરાતનો સરદાર ) ને હાજર કર્યો. તેનું કારણ એ છે કે તે પોતે લોકોની લાંચો ખાતે હતું, અને મીરજાએ તેને લાત મારી હતી. જ્યારે તે બાદશાહની દ્રષ્ટીએ પડ્યો ત્યારે સલામત રહ્યો. હવે બાદશાહની સભામાં વૈભવ તથા બાદશાહી મરતબાનાં વખાણ થયાં.
ગુજરાતીઓમાંથી કોઈ એક માણસે બાદશાહની સ્વારી આવવાનું વર્ષ % કે હેર બ ગુજરાત આમદ ” એટલે “ ગુજરાતમાં કેર આવ્યું ” એ શબ્દોથી કાઢયું હતું. તેને પકડી લાવવાને બાદશાહને હુકમ થયો. જ્યારે એ વિષે પ્રશ્નોત્તર થયા ત્યારે તેણે તરતજ ઉત્તર દીધો કે, મારા શત્રુઓએ તે શબ્દો મારા નામથી પ્રસિદ્ધ કર્યા છે; પરંતુ મેં આપના પધારવાનું વર્ષ એવી રીતે લેખ કર્યું છે કે “ શહ બ ગુજરાત આમદ ” એટલે “ બાદશાહ ગુજરાતમાં ભલે આવ્યા ” આ તરતબુદ્ધિથી બાદશાહે ખુશી થઈ તેને ભારે ઈનામ આપ્યું અને તેને જીવ બચી ગયે.
તે પછી તેમાદખાન ગુજરાતીના ઘેર પધરામણી થઈ આ દેશના બાબતને વાતે અમીનો ( અમલદારો ) ની નિમણુંકો થવા લાગી. તેજ વેળાએ કુતબુદ્દીનખાન, નવરંગખાન તથા બીજા કેટલાક લોકોને ભરૂચ મોકલ્યા, કેમકે શાહમીરઝા તે તરફ નાઠો હતો. રાજા ભગવંતદાસ તથા શાહકુલીખાન મેહરમ અને લશકરખાન તથા ઘણાખરા દરબારી લોકોને રવાને કર્યા કે ઈડરને રસ્તે થઈ રાણુના રાજમાં જઈ તેને શિક્ષા દે. હવે પાટણની અમલદારી પહેલાંમુજબ કલાનખાનને આપી અને છેલકા, ધધુકા તથા કેટલાક બીજા મહાલો વજીરખાનની જાગીરમાં આપ્યા અને તેને ત્યાં આગળ મુકી હુકમ કર્યો કે, સોરઠ દેશ જે અમીનખાન ગેરીના હાથમાં છે તેને ખાલસા કરે. સરકાર સ્વારી ઉપડી ગયા પછી વજીરખાન તે તરફ ચઢી ગયો હતો. વારંવારની ઘણી લડાઇઓ કરી ઘણા નામીચા લડાયકો મારી ખપાવ્યા, છતાં પણ પિતાનું કાર્ય સિદ્ધ ન થવાથી પાછો ફરી હજુરમાં જતો રહ્યો. બીજી વખતે બેરામખાનના દીકરા મીરજાની સુબાગીરીમાં નાયબ થઈ આવેલો જેનું વર્ણન તેને ઠેકાણે કરવામાં આવશે.