________________
[ ૧૩૫ ]. મહારો ઠેકાણે પડી વિશ્રામ લેવાનું ધારતા હતા, તેમાંના આશરે સોએક માણસે બાદશાહની હજુરમાં હતા. એવામાં એકાએક સારી શણગારાએલી ફોજ સામે આવતી જણાઈ અને તે પાંચ હજાર માણસોથી વધારે હશે એમ લાગતું હતું. સહુ ધારતા હતા કે તે મીરજાકેકા અને ગુજરાતી લશ્કર હશે, થોડાક એમ ધાતા હતા કે તે શાહમીરજા હશે; કેમકે પોતે યુદ્ધની શરૂઆત વખતે નકામે જણાયાથી મહેમદાબાદ તરફ નાસી ગયો હતો. ત્યાર બાદ જણાયું કે એતો અભાગીઓ ઇતીઆલમુક આવે છે. આ જોઈ હજુરના માણસોમાંથી ઘણુંખરાના ચહેરાઓ ઉપર શુભેચ્છાના ભાવથી કે મન ઉચાટના લીધે ગભરાટ જણાવા લાગ્યો. એજ વેળાએ વિખરાઇ ગએલા વાઘની પેઠે બાદશાહ જુસ્સામાં આવી લોકોને હિમ્મત
આપવા ઉપરાંત મન સ્થિર રાખવાને અને શત્રુના ભયને ટાળવાને ઉત્કંઠા દેખાડવા લાગ્યો અને કંકા તથા રણશીંગાં વગાડવાને હુકમ ફરમાવ્યું. નગારચીની આ વખતે એવી ભયભિત સ્થિતી હતી કે, તેના કાન બાદશાહના હુકમને સાંભળતા નહોતા. તેમજ ડંકા વગાડવાના સ્થળે આવત નહતો. જેથી બાદશાહે બરછી કામમાં લીધી ત્યારે તે ભાનમાં આવ્યો, ને ડંકા વગાડવા લાગ્યો.
શુજાઅતખાન, રાજા ભગવતદાસ તેમજ કેટલાક બહાદુર તીર કામઠાંવાળાઓએ થોડાક આગળ વધી તીર મારવાનું કામ ચાલુ કરી દીધું. બાદશાહે આ વિળાએ હુકમ આપ્યો કે ઘણી ઉતાવળ કરશો નહિ. હવે જરાસરખી વેળામાં તેનું માથું કપાઈ અત્રે આવે છે. આ ધામધુમમાં પ્રયત્ન કરી રાજી ભગવંતદાસને આજ્ઞા કરી કે મોહમ્મદહુસેન મીરજા આ તેફાન રચવામાં મૂળતત્વ છે તેને અહીંથી જાળવી લઈ જશે. હવે શત્રની સન્યા જેમ જેમ પાસે આવતી ગઈ તેમ તેમ વધારે વિખરાતી ગઈ. ઈતી આલમુલ્ક જુદે પડી થડાક માણસોને લઈ ઘણી ઝડપથી ગોઠવણ કરતો હત; તે એટલાજ અર્થે કે, પોતે આ ડુબાવી મારતી ભમરીમાંથી સહિસલામતીના કાંઠે પહોંચે; પરંતુ એટલામાં તો તે કાંટાવાળા થરને લીધે ઘોડાઉપરથી જમીનદોસ્ત થઈ ગયો. સોહરાબ તીરકામઠાંવાળો કે જે સરકારી તીર કામઠીઓ હતું, તે ઘણે વેગળેથી પાકે મનસુબે તેની કેડે આવતો હતો; તેણે આ વેળાએ તેના ખભાઓને ડોકાના ભારથી હલકા કરી દીધા. આ અકર્મીની પુરી હકીકત એવી છે કે, પતે ઘણાખરા