________________
૧૭
એલો કે જે કર્તા, કર્મ અને ક્રિયાપદની વચ્ચે ઘણું વિશેષ વાકયોથી ગદ્યને શણગારે છે ને એ રચના કોઈ પણ બીજી ભાષામાં ન હોવાથી ખરેખરી ફારસીની ખુબી વર્ણવી શકાતી નથી. આ બીના પણ મેટા મેટા વાયના જુદા જુદા કકડા કરાવે છે તેથી વાકય રચનાની સુંદરતા ગોથાં ખાઇ, જાય છે,
ગુજરાતી ભાષા જે આજથી પચાસ વર્ષ ઉપર સીધી સાદી હતી. તે હવે નવા ઘડેલ શબદોના આભૂષણથી શોભાયમાન છે. ને તે શબ્દ સંસ્કૃતમાંથી આણવાની જરૂર પડી જાય છે જેથી હિંદુઓ સીવાય મુસલમાને તથા પારસી વીગેરે લોકોને સમજવાને ઘણું અડચણ આડે આવી કેટલીક વખતે પરિક્ષાઓમાં ગરીબ વિધાથી ઓને ભારે મહેનત લીધા પછી નાપાસ થવાને ઘા વેઠવો પડે છે તેમજ વગર અર્થ આપે ફારસી અરબી શબદો વપરાયાથી હિદુ પ્રજા અજાણી રહી જાય છે.
ભાષાંતરની ભાષા સરળ અને સર્વેને સહેલાઈથી સમજાય એવી રાખવાને બનતાં સુધી ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ઉપરની અડચણે ધ્યાનમાં રાખી તથા મારો વાસ દક્ષિણ હૈદ્રાબાદમાં હોવાના કારણથી કોઈ પણુ ગુજરાતી પુસ્તક મારી પાસે નહી તેમજ જ્યાં ગુજરાતી બોલનારા પણ પાંચ દશ એવા મળે કે જેમને ભાષા વિષે પુરૂ જ્ઞાન નહીં એટલું જ નહી પણ શબ્દ શુદ્ધતાથી પણ કાળા કોસે ! ! ! ! આ સઘળું વાંચક વર્ગ ધ્યાનમાં લઇને કંઈ અશુદ્ધતા અને ખોડ ખાપણ રહી ગઈ હોય તેને સુધારવા અમને જાણ કરવાથી ઉપકાર સાથે અંગીકાર કરીશું.
ભાષાંતર કરા