________________
પ્રસ્તાવના.
“ મીરાતે એહમદી અથવા ગુજરાતના ઇતિહાસ ” એ નામજ પુતકની કીંમત અને તેના યથાર્થ અર્થ બતાવવાને બસ છે. પ્રાચીન ગુજ• રાતમાં મુસલમાન બાદશાહેા કયા કયા થયા અને તેઓએ પેાતાનાં જીવનની નીશાની તરીકે કેવાં કેવાં સત્કર્માં કર્યાં છે તેનુ આખેહુબ તવારીખી દિગ્દર્શન કરવાના ઇન્તેજારા જાણી શકશે કે મુસલમાન ખાદશાએ હિંદમાં પેાતાની સત્તા જમાવ્યા બાદ ગુજરાતમાં પણ પેાતાનાં પરાક્રમાના દ્રઢ પાયે નાંખ્યા હતા. દુનીઆની કેટલીક કામા તરથી મુસલમાન બાદશાહે તરફ્ કેટલાક અણુધટતા આક્ષેપ નાંખવામાં આવ્યા છે તેમાં કેટલુ' સત્ય છે તે તેા મુસલમાન બાદશાહની પુરાતની આવી તવારીખે! ઉપરથીજ નિષ્પ ક્ષપાતી વ્યક્તિઓથી જણાય છે.
""
मुंडे मुंडे मतिर्भिना એ સંસ્કૃત કહેવત અનુસાર અમુક મતની ખે'ચતાણુથી અને સ્વમત સ્થાપિત કરવાના માનવ સ્વભાવના દુરાગ્રહથી મુસલમાન પાદશાહે તરફ વગર સમજે કાઇ અસભ્યતા દરશાવે તેા તેમનાં માં બંધ કરી શકાય તેમ નથી, પરન્તુ દીલગીરી તા એટલીજ છે કે કેટલાક વિદ્વાના પણ મુસલીમ મજહબના સ્તુત્ય સિદ્ધાંતા જોયા જાણ્યા વગર પેાતાની ક્ષુદ્ર વૃત્તિઓને તૃપ્ત કરવા અને પેાતાનાં જ્ઞાનનેા આડંબર પ્રકાશમાં લાવવાના હેતુથીજ નાહક તાણાતાણુમાં પડે છે; પરન્તુ જો તેવા સાહેબે મુસલમાનેની અસલ તવારીખેાવાળાં આવાં પુસ્તકો અને મુસલ માન ધર્મના અસલ સિદ્ધાંતા અવલેાકવાની જરા પણ તસ્દી લે તેા એશક એક ખીજી કામેા તરફ જે અણુગમા ભરેલી લાગણીઓ જમાનાથી ફેલાવા પામી છે તેના અંત આવે અને સત્ય ખીના સર્વાનુમતે સિદ્ધ થઇ શકે.
દૂર દેશામાંથી હિંદને રાજ્યદંડ હાથમાં લેનાર મુસલમાન પાદશાહાએ હિંદના ભલા અર્થે કેટલા શ્રમ ઉઠાવ્યેા છે તેનું નીરાકરણ કરવાનું અમાં ખીજા કરતાં ન્યાય નીતિજ્ઞાનેજ સોંપીશું; અને તે સાથે એટલી દલીલ પણ કરીશું કે, મુસલમાન પાદશાહેાની રાજ્યનીતિએ પોતાના ધર્મ અને શાસ્ત્રના ઉમદા સિદ્ધાંતા ઉપર શ્રદ્ધા રાખી નિષ્પક્ષપાતપણે જે રાજ્ય તત્રા ચલાવ્યાં હતાં તેમાં બીજી કોઇ પણ પ્રજા ચલાવી શકી નથી.
ઃઃ