________________
[ ૧૦૩ ] પાછળ શાહ ફખરૂદીન તથા હકીમ એનુલમુલ્ક મીર અબુતુરાબને બાદશાહની સેવામાં લાવી અરજ કરી કે તેમાદખાએ દાસપણાની કેડ બાંધી છે અને હજુરમાં હાજર થવા તૈયાર છે તથા પોતે હાજર થતાં પહેલાં શાહ ફખરૂદીન અને અબુતુરાબને તથા વાછડુલમુક અને મુજાહિદખાનને દરબારમાં મોકલ્યા છે; કે શ્રી બાદશાહની અતિ દયાભરેલી દ્રષ્ટીથી સંતોષ પામી પરત ફરે. શાહ ફખરૂદીન માર્ગમાં તે લોકોથી મળી એતેમાદખાનની પાસે દેડી ગયો; તેની પુઠે હકીમ એનુલમુલ્ક પણ જઈ પહોંચ્યો. ઘણું લાંબી તકરારો પછી ગુજરાતના સઘળા અમીરે અને આ દેશના રાજ્યસ્થોએ સન્યાને શરણે જઈ સિક્કા તથા પ્રાર્થનામાં બાદશાહના નામને શોભા આપી.
જ્યારે અહમદાબાદથી વીશ ગાઉ કડી મુકામે પહોંચ્યા ત્યારે તેમાદખાએ શાહ ફખરૂદીન તથા એનુલમુશ્કને મીર અબુતુરાબને સાથે લેવાને વાસ્ત આગળ મોકલ્યા. બીજે દિવસે શ્રી બાદશાહે ઝોટાણાથી કુચ કરી ખાનજહાં અને મીર અબુતુરાબને હુકમ કર્યો કે આગળ જઈ એતેમાદખાનને સેવામાં લાવી હાજર કરો. તે દિવસે તે જબરદત હાથી ઉપર બેઠો હતો અને તેની ભારે ભીડ શ્રી બાદશાહની છાયામાં ચાલતી હતી. એવામાં એતેમાદખાને નીચા નમી દંડવત કરવાની આબરૂ મેળવી; તે પછી ઈખતીઆરૂલમુક, પૂર્વ મલેક શર્ક, ઝુઝારખાન સીધી, વજહુલમુક અને મુજાહિદખાએ આવી અદબ કરીને તેઓ માન પામ્યા. દરેક જણ પિતાના દરજજાના પ્રમાણમાં બાદશાહી ઈનામોથી વૃદ્ધિ પામ્યા અને એતેભાદખાન તથા કેટલાકને હુકમ થયો કે સ્વાર થઈ સાથે ચાલો. જ્યારે કસબે કડીમાં પધરામણી થઈ તે વખતે સાદિકખાન તથા કેટલાક સાથે રહેનાર લોકોને મેહેમુદાબાદ મોકલ્યા કે ત્યાં જઈ સેફુલમુક સીધી અને બીજા લોકો કે જેઓએ અત્યારસુધી અત્રે હાજર થવા ઉપર લક્ષ આપ્યું નથી તેમને સેવાના માર્ગે દોરી લાવે.
કડી મુકામે મસલત કરવાને, સમય સુચકતાને અર્થે અને રાજ્ય ધોરણો ઘડવાને તથા રાજ્ય જીતી લઈ કાયમ રાખવાને વાસ્તે ગુજરાતના અમીરોને બોલાવીને ફરમાવ્યું કે, હવે આ દેશ એતેમાદખાનના હવાલામાં સપુછું અને ગુજરાતના અમારામાંથી જેને રહેવું હશે તે તેની સાથે રહેશે. હવે તમારે પાકા ને ખરા જામીન આપવા, કે જેથી કરીને રાજ્યબંદોબસ્ત જેવો