________________
[ ૧૦૨ ] બાદને ઘેરો ઘાલ્યો હતો પરંતુ બાદશાહની સ્વારીની પધરામણીની ખબર સાંભળી ઘેરે ઉઠાવી લઈ સેરઠ તરફ રસ્તે પડી ગયા છે, તેણે પોતાના દીકરા મુહમ્મદખાન તથા બદરખાનને પાટણ મોકલી દીધા છે અને બાળબચ્ચાં તથા ખટલાને ત્યાંથી લઈ જઈ કઈ મજબુત જગ્યાએ પહોંચાડ્યાં છે. આ વખતે તેના દીકરા ઘરખટલાને મુકી દઈ ઈડર તરફ જતા રહ્યા, ઇબ્રાહીમ હસેનમીયાં જે એકાદખાનની મદદે આવ્યો હતો તે પિતાની જાગીરમાં જતો રહ્યો અને તેમાદખાન સેવામાં હાજર થવાની તૈયારીમાં છે.
જયજીત પૃશ્વિપતિએ રાજા માનસીંગને એક લશ્કરી ટુકડી સાથે નીમી કહ્યું કે શેરખાનના દીકરાઓને જઈ મળી તેમને હરત કરે. જોકે રાજા માનસીંગ તેઓની ભારબરદારી સુધી પહોંચી ગયો; પરંતુ શેરખાનના દીકરાઓ આ ખબર સાંભળી ડુંગરોની ખીણોમાં પસાર થઈ ગયા.
શનીવાર તારીખ ૧ લી રજબ સને મજકુરના દિવસે પાટણ શહેર દરબારના તાબામાં આવ્યું. આ ઠેકાણેથી હકીમ એનુલમુકને એકાદ ખાન તથા મીર તુરાબને લાવવાને વાસ્તે રવાને કર્યો.
જ્યારે ઝોટાણા મુકામે પહોંચ્યો ત્યારે એવી અરજ થઈ કે મુઝફર, ગુજરાતી શેરખાન પિલાદીથી જુદો પડી, આ સરહદમાં રખડતે ફરે છે. તેથી હુકમ કર્યો કે મીર. ગુજરાતી રાજ્યસમાપ્તિ. ખાન પહેલી ટુકડીમાં, ફરી ખાન મધ્યમાં, મીર અબુલ કાસમ રીઝર્વમાં અને કરમઅલી પાછલી ટુકડીની કમાન્ડ લઈ, તેની ઉપર ચઢી જાઓ અને તેને પકડી લાવે. મીરખાંએ થેડોક પંથ કાપો હશે, કે મુઝફફરનું છત્ર તથા ચંદ્ર તેના હાથમાં આવ્યો. બાદ ઘણી જ થોડી ધામધુમથી તે એક ખેતરના ખળામાં જણાઈ આવ્યો તેને પકડીને બાદશાહની સેવામાં હાજર કર્યો અને મહાપરોપકારને લીધે તેને પ્રાણ બચાવી તેને કરમઅલીના સ્વાધીન કર્યો. મિરાતે સિકંદરીના લખાણ પ્રમાણે મુઝફફર, શેરખાન પિલાદીથી જુદો પડી ગુજરાતી અમીરોની સે. વામાં પહોંચી નોકર પ્રમાણે રહેવા લાગ્યો.
આ વખતે સિઈદ હામિદ બુખારી તથા અલગખાન સીધી પિતાના માણસો સહિત આવી સલામ કરી સેવકે બન્યા અને તેમની
૧ ગુજરાતને સુલતાન કેદમાં પડયો.