________________
- [ ૮૮ ] દિલ્લીના કિલ્લાને ઘેરો ઘાલ્યો જેથી કરી લેકો ઘણું દુઃખી થવા લાગ્યા અને બાદશાહતમાં ભારે ચિંતા ફેલાઈ. આ બનાવ વિષે સાંભળતાંજ બાદશાહ પંજાબથી દિલ્લી તરફ રવાને થયો. જ્યારે બાદશાહની સ્વારી પધારવાની ખબર સાંભળી ત્યારે મિરઝા પિતે સામા નહીં ટકી શકવાથી દિલ્લીના ઘેરા ઉપરથી હાથ ઉઠાવી લઈ માળવા તરફ નાશી ગયા.
માલવા દેશને, મુહમ્મદ કુલીબરલાશ, કે જે બાદશાહી અમીરો પૈકી એક અમીર હતો તેણે પિતાને તાબે કર્યો હતો. તેની પાસેથી લઈને પિતે ધણું થઈ પડ્યા. બાદશાહની સ્વારી દિલ્લીમાં આવ્યા પછી જય પામતી સન્યા મિરઝાઓને પકડવાને વાસ્તે નમવામાં આવી. તે વખતે
બીજા સુલતાન મહેમુદને બુરહાન નામના એક પાણી પાનારે મારી નાખ્યો હતો. આ બનાવના આતુર અમીરો, જેવા કે સૈયદ મુબારક, ઈમાદુલમુક તથા એતેમાદખાએ ગુજરાતની ગરબડ. અહમદાબાદ વસાવનાર સુલતાન અહમદના વંશ પૈકી એક પિત્ર કે જે હજી સુધી ઉમ્મરે પહોંચ્યો નહોતે. તે નામ ઠામ વિનાના બાળકને રાજ્યસત્તા ઉપર નીમી તેનું નામ બીજો સુલતાન એહમદ મુક્યું હતું; અને રાજ્યકારોબાર તથા કારકિર્દી તેની આગળથી લઈ પોતાના કબજામાં રાખી. જ્યારે તે બાળક જુવાન તથા રાજ્ય કરવા યોગ્ય થયો ત્યારે તેનું પણ કાટલું કાઢી નાખી, બીજા એક બાળકને બીજા સુલતાન મેહેમુદ કુંવર ઠરાવી મુઝફફરશાહ ઉર્ફે નહનુના નામથી પ્રખ્યાત કર્યો. પરંતુ કેટલાક લોકો કે જેમને આ બાબતની ખરી માહીતી હતી તેઓ ધારતા હતા કે એ કેવળ બનાવટ તથા જુઠાણું છે; પરંતુ તેઓના બળ તથા સ્થિરતાને લીધે એ ઉપર કેટલાક દિવસો વિતી ગયા. આ વિષેની ખરાબ અસર લોકોના શ્રવણમાં ફેલાઈ ગઈ.
ત્યારબાદ અમીરોએ પોતપોતામાં રાજ્યની વહેંચણી કરી લીધી. અહમદાબાદ, ખંભાત બંદર અને રાજ્યનો ઘણોખરે ભાગ એતેમાદખાએ કબજે કરી લીધે તથા પાટણ મહાલ મુસાખાન: પલાદી અને શેરખાનને મળ્યો; સુરત, ભરૂચ, વડોદરા અને ચાંપાનેર એ, ઈમાદલમુલકના દીકરા ચંગીઝખાનને મળ્યા અને ધોળકા, ધંધુકા વિગેરે પ્રગણ સિઇદ મુબારકે લીધાં. સેરઠ દેશ (જુનાગઢ) અમીનખાન - ગોરીના ભાગમાં આવ્યો.