________________
[ ૮૮ ] તેઓમાં ઉભા થઈ જાય છે. તે અહીં સુધી કે, બીજા દેશનો રાજા ત્યાં આવી પહોંચી તેઓને તાબે કરી લે. આ વિવેચન કરી વર્ણ વેલાના દર્શનીક દષ્ટાંતરૂપી ગુજરાતના સુલતાન અને ગુજરાતી અમીર થઈ પડ્યા. જેઓ વિષે યોગ્ય જગ્યાએ નોંધ થઈ ગઈ છે.
જ્યારે ગુજરાતના રાજ્યની પડતી આવી ત્યારે તે લોકોએ રાજ્ય આબાદીના ધર્મોને રાજ્ય બરબાદીના કર્મોથી બદલ કરી નાખ્યા અને સંપરૂપી ક્ષેત્રમાં કુસંપરૂપી બળદને છુટો મુકી દીધે; તેમજ એક બીજાની ચામડી ઉતારવાની યુક્તિઓ કરવા લાગ્યા, તથા પડદામાં સંતાઈ રહેલા કુસંપને બહાર તાણી લાવી તેની અદાવતરૂપી પ્રતિમા ઉઘાડી રીતે ખુલ્લી મુકી દીધી. છેવટે એકેક જણ બીજાનો શત્રુ બની જઈ ઝગડા ઉભા કરવા લાગ્યો. જેથી કરી ખુદા તરફથી તે લોકોને રાજ્યથી બાતલ કરવાની આજ્ઞા બહાર પડી અને તેઓની સત્તારૂપ પથારી છેવટે વીંટાળી નાખવા માં આવી; તેમજ સનંદ તથા રાજ્યસત્તાની આજ્ઞાપત્રિકા અને આ દેશના પ્રજારણમાટે ખુદાનું એવું ફરમાન થયું કે ચાહે તેને રાજ્ય પ્રાપ્ત કરે અને ચાહે તેને પદભ્રષ્ટ કરે. કુટુંબમાં અતિ ઉત્તમ ખાનદાન શ્રી સાહેબ કિરાન અમીર તૈિમુર ગોરગાન માટે ફરમાશ થઈ અને ન્યાય તથા ઈન્સાની સનંદ ધર્મચુત જલાલુદદીન મુહમ્મદ અકબર બાદશાહને અપાઈ.
આ લઘુ વર્ણનનો વિસ્તાર તથા ટુંક લખાણની મલબ એ છે કેઈબ્રાહીમ હુસેન મીરઝા, મુહમ્મદ હુસેન મીરઝા, મસઉદ હુસેન મીરઝા અને કાબિલ હુસેન મીરઝા જેઓ અમીર તૈમુર ગોરગાનના વંશમાંથી ઉતરતા આવે છે તેઓ પોતીકા અપલક્ષણોના કારણથી ટેટા અને તોફાન ઉભા કરવા લાગ્યા અને રાજ્યસત્તા ભંગ કરવાની ગોઠવણે કરતા હતા. તેઓને પિતા મુહમ્મદ સુલતાન મીરઝા વૃદ્ધ અવસ્થાને લીધે સંભલ તાલુકા પંકી પોતાની જાગીર આજઆબાદમાં દિવસ ગાળતો હતો. જ્યારે બાદશાહી નિશાનો પંજાબ ભણી ઉડવા લાગ્યાં તે વખતે મિરઝાઓએ લાગ જોઈ સંભલથી બહાર આવી લુટફાટ કરવી માંડી અને કેટલાક જાગીરદારોને મારી તેઓની માલમિલકત લુંટી લઈ
૧ વાંચનાર ! આ વખતે દિલ્લી ચઢતી ને ગુજરાતની પડતી છે કે જે ગ્રંથકર્તા
જુએ છે.