________________
[ ૮૭ ] . નગર મુકામે (જે દક્ષિણના સુબાના દેશમાં છે ત્યાં) દેહ છોડી અને તેને બુરહાનુદદીન ઓલઆના રોજામાં તેમની જોડે દાટવામાં આવ્યો. તે બુરહાનુદીનની દરગાહ ખુદાબાદમાં છે અને તે રોજાના નામથી પ્રસિદ્ધ છે તે ઔરંગાબાદથી સાત ગાઉ ઉપર છે. તેની લાશ અહમદનગરથી ત્યાં લાવ્યા એમણે બાવન વર્ષ, બે માસ ને ચાર દિવસ રાજ્ય કર્યું. એમની વખતમાં દશ માણસો સુબા થઈ અત્રે આવેલા.
કુતબુદીન મુહમ્મદ મુઅમ શાહઆલમ બહાદુર
( આલમગીર બાદશાહને કુંવર ); રબીઉલ અવલ માસની ૧૮ મી તારીખ સને ૧૧૧૮ હિજરીમાં અકબરાબાદની બાદશાહવાસ રાજધાનીમાં ધરાય બાગ મળે મુહમ્મદ આઝમને હરાવ્યા પછી ૧૧૧૯ હિજરી. તખ્ત એ વ્યો.
મોહરમ માસની ૧૮ મી તારી બ સન ૧૧૨૪ માં રાજધાની લાહોરની હદમાં મૃત્યુ પામ્યો અને તેની લાશને લાવી દિલ્લીમાં ખાઝા કુતુબ ચિરાગે દેહલીની કબર સન ૧૧૨૪ હિજરી. નજીક દાટી દેવામાં આવ્યો. તેણે ચાર વર્ષ ને નવ માસ બાદશાહત કરી તેના વખતમાં એક જ જણ સુબો થઈ અત્રે આવેલો.
મુહીજુદદીન જહાંદાર મુહમ્મદશાહ.
(બહાદુરશાહ બાદશાહને કુંવર ) સને ૧૧૨૪ ને મોહરમ માસની ૨૦મી તારીખે લાહોર રાજધાનીની હદમાં તે તખ્ત ઉપર બેઠો. તેણે બે માસ ને વીસ દહાડા પછી આ સંસારનો ત્યાગ કર્યો. સન ૧૧૨૪ હિજરી. તેને દિલીના હુમાયુ બાદશાહના રોજામાં દાટો. તેના વખતમાં એક જણને સુબેદારી મળી.
૧ કર્તાની ભુલ છે. કેમકે કુતબુદદીન કુતુબમિનારની પાસે છે, ને ચરાગદેહલી દિલ્લીથી પાંચ ગાઉ ઉપર જુદુંજ ગામ છે, ભાષાંતરકર્તા ચરાગ દેહલીના વંશને છે.