________________
[ ૮૪ ] શાહે શહીદ* મુઈનુદદીન મુમ્મદ ફરેખશીયર બાદશાહ. (બહાદુરશાહ બાદશાહના દીકરા મુહમ્મદ અઝીમુદદીનને દીકરો)
- છેલહજ માસ તારીખ ૧૩ મી સને ૧૧૨૪ હિજરીને દિવસે સ્થાનીક અકબરબાદની રાજધાનીની હદમાં પોતાના કાકા જહાંદારશાહ ઉપર જય પામી ખુતબા તથા સિક્કા ઉપર પોતાનું નામ રાખ્યું.
રબીઉલ અવલ માસની ૮ મી તારીખ, સન ૧૧૩૧ માં કેદમાં પડ્યા પછી મારી નાખવામાં આવ્યો. તેને દિલ્લી રાજધાનીના હુમાયુના ઘુમટમાં ભુમીદાઘ દીધો. જહાંદારશાહના સન ૧૧૩ી હિજરી, રાજ સુધી એની બાદશાહતની મુદત છ વર્ષ ને પચીસ દેવાડા રહી. એની બાદશાહતમાં પાંચ જણ સુબાઓ થઈ અને આવેલા.
મુહમ્મદ રફીઉદૃરજાત બાદશાહ. (બહાદુરશાહ બાદશાહના દીકરા મુહમ્મદ રફીઉશને દીકરે.)
રબીઉલ અવલ માસની ૮ મી તારીખ, સને ૧૧૩૧ હિજરીમાં દિલ્લી રાજધાનીના બાદશાહનિવાસ કિલ્લામાં એ તખ્ત ઉપર બેઠો.
રજબ માસની ૨૩ મી તારીખ મજકુર સનમાં પરોગ એટલે તાવ અને ક્ષયને લીધે પિતાના નાના ભાઈ મુહમ્મદ રીઉદવલાને વાતે તખત નશીન કરવાની વસીઅત કરી મૃત્યુ પામ્યો અને હુમાયુ બાદશાહના કબ રસ્તાનમાં દટાયો તેની બાદશાહત ચાર માસ ને પંદર દિવસ રહી. ટુંક મુદતને લીધે સુબો બદલાયો નહીં.
મુહમ્મદ રફીઉદદવલા ઉર્ફે બીજે શાહજહાન. (બહાદુરશાહના દીકરા મુહમ્મદ રીફશાને દીકરો.) શનીવાર તારીખ ૨૦ રજબ સને ૧૧૩૧ હિજરોને દહાડે દિલ્લી * કપાએ બા શાહ.