________________
- [ ૮૦ ] કારોબારની ભૂમિમાં કુસંપની અપવિત્રતારૂપે વાવતા હતા, અને જરા સરખા લાભની આશામાં ધર્મની રેકડનું નાણું ખોઈ બેસતા હતા અને તેનાં પરિણામો ખુનખારી અને કાપાકાપીમાં આવતાં હતાં.
આ કુસંપી દુઃખને સલાહસંપમાં લાવવાનું અને આ અગ્નિ એલવવાને સઈદ મુબારક પ્રયત્ન કરતો હતો. કેટલોક કાળ એમ ને એમજ વિતી ગયો. ત્યારબાદ ઈમાદુલમુક તથા એતેમાદખાન વચ્ચે કુસંપની અગ્નિ ભડકી ઉઠી. સુલતાન અહમદે પણ તેમાદખાનના હાથમાંથી મુક્ત થવાને મનસુબે માદુલ મુલ્કને દરખાસ્ત કરી. એતેમાદખાન રીસાઇને મુબારકશાહની હજુરમાં ગયો, ને તેને લઈને આ તરફ આવ્યો. સઈદ મુબારક આ વખતે પણ તેમાદખાનને બોધકારક શિખામણો અને લાભકારક વચને કહી આ ખોટા મનસુબાથી તેનું મન ફેરવ્યું. એમાદખાને પાછા આવીને પહેલાં પ્રમાણે પ્રધાનપણાનું કામ ચાલુ કર્યું. હવે સુલતાન અહમદે જોયું કે ઈમાદુલ મુલ્કથી પણ રાજ્યકારોબાર કરવાની ધારણાઓ પાર પડી નહીં અને પાછો એતેમાદખાનના હાથમાં પકડાયો અને તે હવે તેનું વેર લેશે. તેથી કેટલાક ભણસાદારેને લઇને સઈદમુબારકના વસાવેલ મેહે. મુદાબાદ પાસેના સિદપુરામાં સઈદની પાસે છાને માન આવ્યો. તેના આવી રીતે આવવાથી સૈયદને ઘણું જ માઠું લાગ્યું તેથી તેણે સુલતાનના ભરૂસાદારોને ઘણે ઠપકો દઈ ધિક્કાર બતાવ્યો કે આવી રીતે સુલતાનનું આવવું યોગ્ય નથી.
આ અરસામાં દિલ્હીના બાદશાહ સલેમશાહને હાજીખાન નામનો અમીર પાંચ હજાર સ્વારો અને નામીચા દોઢસો હાથીઓ કે જે હુમાયુ બાદશાહના લશ્કરમાંથી પ્રાપ્ત થએલા હતા તે લઈ દિલીથી ગુજરાત ઉપર ચઢાઈ લાવવાને નિકળી આવ્યો. રસ્તામાં રાણાસાથે લડાઈ થઈ તેમાં રાણે હાર પામી નાસી ગયે અને હાજીખાન જય મનાવતો ગુજરાત ભણું વધ્યો. - હવે તેમાદખાન તથા ઇમાદુલ મુલ્ક, હાજીખાનના આવવાનું કારણ એમ સમજવા લાગ્યા કે, સઈદ મુબારક તથા સુલતાન અહમદે તેને બોલાવ્યો. હશે. આથી બન્નેએ એકસંપ કરીને એમ ઠરાવ્યું કે જ્યાં સુધી હાજીખાન, સઇદને જઈ મળે અને ચોમેરથી એમની જ ભેગી ન થાય તે પહેલાં સૈઇદનો ઘાટ ઘડી નાખો. તેથી તેમાદખાન તથા ઇમાદુલ મુલ્ક, ગુજરાતની ભારે સન્યા કે જે લગભગ ત્રીશહજાર સ્વારની અને તેની સાથે મોટું તપ