SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ . [ ૭૪ ]. મલબાદથી ચાર ગાઉ છે ત્યાં લડાઈ થઈ હaખેર સાહ, અકાત નાસી ગયે. સૈઈદ સુલતાનને લઈ જયજયકાર કરતા અહમદાબાદમાં આવે. જ્યારે આ તરફથી નિરાંત વળી ત્યારે ઠરાવ પ્રમાણે રાજ્ય વેહેચણી, પ્રગણું તથા મહાલોમાંથી કરી પિતપતાને ભાગ લઈ પિતપતાને ઠેકાણે વિદાય થયા. સુલતાન તથા એતેમાદખાન શહેરમાં રહી રાજકારોબાર ચલાવવા લાગ્યા; પરંતુ કાળચક્ર કોઈને મુકતું નથી. તેમ હુલ્લડશે એવું કયારે બનવા દે છે કે તેફાન નિંદ્રાવશ થાય? આ વખતે સંસારી કાર્ય સુષ્ટીમાં બીજી ચિતરામણ ચીતરી તે એ કે, પહેલાં લખ્યા પ્રમાણે આલમખાન, લોધી તથા દરીઆખાન ગ્રહદિશા પ્રમાણે શેરશાહ કને દિલ્લી ગયા હતા. દરીઆખાન ત્યાં મરણ પામ્યા અને આલમખાનથી એક એવું કામ થઈ ગયું કે જેથી તે દેશમાં પોતે રહી શકે નહીં. લાચાર થઈ સૈઈદ મુબારકની દયા મેળવી અહમદાબાદ આવ્યો, તેનું આવવું એ તેમાદખાન તથા ઇબાદુલમુકને સારું ન લાગ્યું. સૈઇદથી તેઓ નારાજ થયા અને છેવટે ઉશ્કેરણીના પાપે સૈઇદ મુબારક સાથે યુદ્ધ તથા કાપાકાપીના મેદાને શણગારાયાં. અમીરો સુલતાનને ઉંચકી સૈઈદની સામા લઈ આવ્યા. જ્યારે આલમખાનની ખટપટ સર્વને માલુમ થઈ ત્યારે બેઉ તરફથી પશ્ચાતાપો થયા. અમીરો સુલતાનને સૈઈદકને લઈ ગયા. આલમખાન નાસીને પાલના ડુંગરમાં ગયો; અમીરે તેની પેઠે જઈ ચાંપાનેરથી પાછા ફર્યા. આ લઘુ વર્ણનની ખુલાસાવાર હકીકત મજકુર ઈતિહાસમાં લખેલી છે. જ્યારે આ બનાવોની હકીકત મુબારક શાહ આસીરીને પહોંચી ત્યારે તેણે બીજીવાર ગુજરાત તરફ લશ્કરસહ ચઢાઈ કરી; પરંતુ ધારેલા લાભ પૈકી કંઈપણ મેળવ્યા સિવાય પ્રત ગયો. લખાણને સારાંશ એ છે કે, આ દિવસોમાં સુલતાને કેટલાક લોકોને નેકર રાખેલા, પરંતુ રાજ્યને સઘળો અધિકાર ઇમાદુલ મુલ્કના હાથમાં હતો, અને તે દરેક વખતે, દરેક પળે અને દરેક વેળાએ સાથે જ રહેતો હતો. કઈ વેળાએ એમાદખાનના ભરૂસાદાર નોકરે સુલતાનનું રક્ષણ કરતા અને કોઈ વખતે ઇમાદુલ મુલ્કના માણસો આ કેદી સુલતાનની ચોકી પોરાનું કામ કરતા હતા. પરંતુ હવે ગુજરાતી સુલતાનના રાજ્યની સ્થિતિ નાશતરફ ફરેલી હતી. ભારે તાકીદથી પાકે પાયે ધર્મપૂર્વક કરેલા કરારો (બી) ૧ નાશ પામતાં પહેલાં તે રાજ્યનાં આચરણે આવાં જ કુસંપીને અધમ થાય છે.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy