________________
[ ૭૪ ] કઆની હદમાં સઈદ મુબારક તથા નાસિરૂલમુક વચ્ચે ઝપાઝપી થઈ તે વખતે તેમાદખાનની મદદ નહિ હોવાથી સૈઈદ મુબારકના ઘણાખરા સંબંધીઓ હાર પામ્યા અને સૈઈદ મોતથી ડરીને પિતાની જાગીરમાં આવેલા કપડવંજ તરફ ગયો. એમાદખાન લડાઈ કર્યા સિવાય નાસીને સઈદ મુબારકને જઈ મળ્યો. હવે નાસિરૂલમુક સુલતાન અહમદને પિતાની સાથે લઈ એહમદાબાદ આવી અમલ તથા રાજકારેબારમાં ગુંથાયો.
જ્યારે આ બનાવ ઉપર બે માસ વિતી ગયા ત્યારે નાસિરૂ મુલ્ક સૈઇદ મુબારક તથા તેમાદખાનને કાઢી મુકવાને મનસુબે કપડવંજ ઉપર લશ્કર તૈયાર કરી, ઉમેદ કો કે જે ભીલ પ્રગણામાં છે ત્યાં જઈ ઉતારો કર્યો. સૈઈદ પણ યુદ્ધ અર્થે તે તરફ ગયે. ગ્રહસિંજોગે એવું બન્યું કે અલગખાનસીદી તથા ઈમાદુલમુકર્મી જેઓની નીમણોક સુલતાનના રક્ષણની હતી તેઓએ સલાહ કરી છે, જે નાસિરૂલમુક સૈઈદ તથા એતેમાદખાનનો ઘાણ કાઢી નાખશે તો આપણું પણ કાટલું કાઢી નાખશે. ભારે આપણે અહિંથી છાનામાના નાસી જવું અને સુલતાનને લઈ જઈ સઈદને મેળવી દેવો એજ ઠીક જણાય છે. તેથી જે સવારે સઇદ પહોંચવાનો હતો તે સવારે કરાર કર્યા પ્રમાણે અલગખાન તથા ઈમાદુલમુક સુલતાનને લઇને સૈઇદ મુબારકની પાસે આવ્યા. એ બનાવ નાસિરૂલમુલ્કના નાસી જવાનું કારણ થઈ પડ્યું એનું પુરું વર્ણન મિરાતેસિકંદરી ઈતિહાસમાં આપેલું છે. " સઈદમુબારક તથા એતેમાદખાન સુલતાનને લઈને અમદાવાદ આવ્યા અને ત્યાંથી નાસિરૂલમુલ્કની પેઠે ગયા. નાસિરૂલમુક ત્યાંથી પાલના ડુંગરોમાં નાઠે હતે. ઈખતીઆરખાનને તેમાદખાને પોતાની તરફથી અહમદાબાદમાં નાઈબ ઠરાવીને મુક્યો હતો તેણે સુલતાન તથા તેમાદખાન અને સઈદની ગેરહાજરીમાં હસનખાન દખની તથા ફખાન બલુચ સાથે સંપ કરી સુલતાનનો એક કાકો જેનું નામ સાહુ હતું તેને સુલતાન બનાવ્યો. જ્યારે એ ખબર સૈઇદ વિગેરેને થઈ ત્યારે ભરૂચથી પાછા ફરી અહમદાબાદ ભણી વાટે પડી મેહેમુદાબાદમાં આવી ઉતર્યા. હુલ્લડખર અમીરો સાહુને કાઢી મુકી શેહે. રમાં પધારવાના આમંત્રણાર્થે આવ્યા. રૂમડા ગામ આગળ કે જે અહ
• ૧. તુ.. .