________________
[ ૭૭ ] સુલતાન અહમદ–એહમદખાન.. ( અહમદાબાદ વસાવનાર સુલતાન અહમદના દીકરા શકર
ખાનના પિત્ર લતીફખાનને દીકરે )ની બાદશાહત. -
સને ૯૬ હિજરીના તારીખ ૧૫ મી રબીઉલ અવ્વલ એટલે મોજુદ માસમાં મહેમુદાબાદમાં અમીરો અને સરદારોના એકસંપથી પૂર ઠાઠમાઠ અને ભપકાથી સઈદ મુબા- ૯૬ હિજરી. કે હાથ ઝાલીને જે સુલતાનને તખ્તઉપર બેસાડ્યો તેનું નામ સુલતાન એહમદ પાડી તે જ દહાડે ધર્મગુરૂના હાથમાં સેવક થવાનો હાથ આપ્યો અને પ્રધાનપણું એતેમાદખાનને આપ્યું. સુલતાન કારી ઉમર હોવાથી અમીરો તેમજ પ્રધાનએ એ ઠરાવ કર્યો હતો કે સુલતાનની લાયક ઉમર થતાં સુધી ખજાના અને મુલકનો બંદોબસ્ત પિતપોતામાં વહેંચી લેવો તથા દરેક જણ પોતપોતાની સરહદમાં બેસે; તેમજ તર્કટ, ટંટા કે તોફાન નહિ થવા દેતાં ઘણી જ કાળજીથી બંદોબસ્ત રાખે. આ લઘુ પુસ્તકનું પૂર્ણ બયાન મિરાતે સિકંદરીમાં છે.
જ્યારે સુલતાન અહમદના તખ્તનશીન થયાની અને રાજ્યની વહે ચણી થયાની ખબર મુબારક શાહ કે જે બુરહાનપુર અને આસીરનો બાદશાહ હતો તેને થઈ ત્યારે તેણે ગુજરાત જીતવાને અર્થે ભરૂચ નજીક નર્મદાની પેલી પાર લશ્કર લાવી પડાવ નાંખ્યો. આ ખબર સાંભળી ગુજરાતી અમીરે સુલતાન અહમદને સામો ઉભો કરી લડવામાટે નીકળ્યા. નર્મદા નદી સિવાય તેઓની વચ્ચે કંઈ અંતર નહોતો. સંદેશા લાવનારા
ના આવી ગયા પછી સઈદ મુબારકની મધ્યસ્થથી સંપમાં અંત આવ્યો (સલાહ થઈ) અને સર્વ પાછા ફરી અહમદાબાદ આવ્યા; પરંતુ તે આવા જાવમાં મુબારક શાહ સાથે જે ગુજરાતી અમીરોએ સંપ કર્યો હતો તેમાં બે ટોળીઓ પડી ગઈ; જેમાંના કેટલાક એતેમાદખાનની સરદારી કબુલ કરી તેની સાથે મળી ગયા અને નાસિરૂલમુકની તરફ ઉપલકમન દેખાડવા લાગ્યા. સૈઈદમુબારક પોતે એક શુરો અને શાણે પુરૂષ હતો તેથી તે
તેમાદખાનની તરફ લાગણી દર્શાવતો. (ટુંકમાં એટલું જ કે, રસ્તે ચાલતાં બન્ને ટોળીઓ જુદી પડીને ચાલતી અને આમનેસામન એક બીજી ઉપર કરડી નજર કરી પંથ કાપતી ) તે એટલે સુધી કે જે વખતે વડોદરા