SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ જગ્યાએ બેસે તે પ્રમાણે જાતે અને એક પીતળની કથરોટ મેં આગળ મુકી દાતણ કરવા લાગ્યો. પછી રાજ કરવાનું પ્રારંળ્યું અને રાજ્યનિતી ચલાવવાનું કામ શરૂ કર્યું. સુલતાની ઘોડાઓ ને ચાંદી સોનાના છને વિગેરે પિતાના મળતીઆઓને આપ્યા અને બંદીખાનામાંથી કેદીઓ છોડવાનો હુકમ કર્યો. તેના મળતીઆઓ ઘોડા, ચાંદી, સોનું લઈ એક કોરાણે ખસી ગયા. હવે બુરહાન અભાગી થોડાક જ ભાણ સહીત રહી ગયા આ વખતે તે નાના મોટાઓમાં વાત ફેલાઈ ગઈ. અને સર્વ પ્રગટ થઈ ગઈ. સુલતાનના ભેદીઓ આ ખેદકારક વાત, ઇમાદુલમુક કે જે રૂમીઓને સરદાર હતો અને અલગખાન હબશી (સીટી) કે જે સીદીઓ વિગેરેનો સરદાર હતોતેમના કાને પડી. તેઓ ઘણા વેગે ને ભારે ઉતાવળે સુલતાની દરબાર તરફ આવી પહોંચ્યા. પ્રથમ ખજાનાઓને તાળું વાસી ભરૂસાદારોને સોંપ્યા, પછી બુરહાનની વલે કરવાને નિકળ્યા. તે હીણભાગી જે ટોળી તેની સાથે હતી તેને લઈ બહાર આવ્યો. અચાનક શેરવાખાન ભડી કે જે સુલતાની અમીરો પૈકીનો એક અમીર હતો, તે સામે આવી ગયો, ત્યારે બુરહાને કહ્યું કે આવ શેવાખાન! ખરા વખત ઉપરતું આવ્યો છે કે? તેણે કહ્યું કે હા આવ્યો છું. એમ કહી ઘોડાને એડ મારી તેના ખભા ઉપર તલવાર મુકી, જે બગલમાંથી હેઠળ આવી ગઈ તેથી તે અવળા પગે હેઠળ પડ્યો. સાથીઓ પણ કપાઈ ગયા. મોટા મોટા અમીરો જે બચી ગયા હતા જેવા કે, એમાદખાન અને સૈઈદ મુબારક વિગેરે. જેઓ સુલતાની ભેદના માહિતગાર હતા તેઓએ પ્રથમ તો પોતપોતાના મનમાં જે કલેશો ને અંટશો હતી તે સઘળો મેલ ધોઈ નાખી રાજ્યકારોબારની મસલત કરવા લાગ્યા. એતેમાદખાન જેને જનાની સઘળી માહિતી હતી તેને પુછયું કે જે સુલતાનનો કોઈ પુત્ર હોય તે જાહેર કરો, કે તેને તખ્તઉપર બેસાડવામાં આવે. જે તરત કાળે પુત્ર ના હોય ને કેઈપણ સુલતાનની સ્ત્રી ગર્ભવંતી હોય તો, તેના જન્મસુધી રાજ્ય કારોબારને મુલતવી રાખીએ, કે જેથી કરી આ રાજ્યસત્તા સુલતાન મેહે. મુદના કુટુંબથી બહાર ન જાય. એતેમાદે કહ્યું કે સુલતાનને પુત્ર નથી અને કોઈ સ્ત્રીને ગર્ભ પણ નથી. તેથી તેઓએ કહ્યું કે સુલતાનના સગામાંથી રાજ્યોગ્ય કોઈ હોય તેને પસંદ કરવો જોઈએ. તેણે કહ્યું હાલ અહમદાબાદમાં સુલતાન શહીદની સગાઈમાં અહમદખાન નામનો માણસ એ રાજ્યને લાયક છે. હુકમ પ્રમાણે રજીઉલમુક એક પહોરમાં ઘોડવહેલપર બેસી અહમદાબાદમાં આવ્યો અને અહમદખાનને વાણીઆની દુકાન ઉપરથી જ્યો પિતાના કબુતરને વાસ્તે પિતાના ખોળામાં દાણ લીધેલા હતા ત્યાંથી લઈને ઘડેવેહેલમાં બેસાડી મેહેમુદાબાદ લાવ્યો.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy