SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૫ ] લગભગ અઢાર વર્ષ રાજ કરી અડાવીશમે વર્ષે વિનાકારણે સજીવન મૃત્યુ પામ્યો. મેહેમુદાબાદથી સુલતાનના શબને લાવીને સરખેજમાં સુલતાનમેહેમુદ બેગડાના રોજામાં દાટવામાં આવ્યો. એનું વર્ષ અબજદના આંકડામાં સુલતાન શહાદત વારતહપરથી નિકળે છે. ' લખવા મકસદ કે બુરહાન હીણ કમીએ એક નિર્ભય ટળીની સાથે કે જેઓ દુષ્ટ હતા અને આ ખોટા કર્મમાં તેનાથી મળી ગએલા હતા તેઓ એકમત થયા અને સરકારી કામને બંદોબસ્ત કરવા લાગ્યા. એક ટુકડીને હથીઆરબંધ કરી સુલતાનના મહેલની બહાર એક ઓરડી હતી તેમાં સંતાડીને કહ્યું કે જે કે તમારી પાસે આવે અને ઓરડીમાં પગ મુકે તેને વગરવિલબે નાશની ગુપ્ત એરડીમાં તરત મોકલી દેવા ( મારો નાખવે . આ નક્કી થયા પછી એક માણસને મુખ્ય પ્રધાન પાસે મોકલ્યા કે તમને સુલતાન બોલાવે છે, તેણે કંઈપણ વિચાર્યું નહીં ને તરતજ આવી પહોંચ્યો. બુરહાને ઉઠી માન આપીને કહ્યું કે સુલતાનનો એવો હુકમ છે કે આ ઘરમાં કે જ્યાં પેલી ટોળી સંતાઈ રહી છે ત્યાં જઈને બેસે આટલું કહી તેને આગળ કરી પોતે પાછળ ગયો, તે ઘરમાં પેસતાં જ ઠાર ભરાઈ ગયો. તેજ પ્રમાણે ખુદાવંદખાનને બોલાવી આસેફખાન પાસે બેસાડે. કહે છે કે એતેમાદખાનને પણ બોલાવ્યો હતો. તેણે અક્કલથી અટકળ બાંધી હતી કે ગેર વખતે તેડું કંઇપણ કારણુ શીવાય નથી માટે નહીં. જવું જોઇએ અફઝલખાન પ્રધાનને પણ તેવી જ રીતે બોલાવ્યો. જ્યારે બુરહાનની દ્રષ્ટી અફઝલખાન ઉપર પડી ત્યારે જીભને કાલાવાલા અને મળસીઓમાં વાપરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આપ મારો હાથ ઝાલો, ઘણી મહેરબાનીથી આપની આશાઓ પુરી કરીશ. ત્યારે ખાને ઉત્તર દીધે કે ઓ હિકમી ! તારા મગજમાં શું ભરાઈ ગયું છે? આ કેવા શબ્દો કે જે તારી જીભ ઉપર આવે છે? જયારે અફઝલખાન એકમત ન થવાથી નિરાશ થયો ત્યારે તેને પણ મારી નાખ્યો. જ્યારે હીણભાગી બુરહાન, આસેફખાન વિગેરેના ખુનથી પિતાના મનને નિરાંત કરી બેઠે ત્યારે સુલતાની માલ તથા સારસરંજામ ઉપર ઉપભેગ કરવાનું આદયું. પિતાના દુષ્ટ શરીર ઉપર સુલતાની અમુલ્ય વસ્ત્ર પહેરી અને ઝવેરાતનો ગુલુબંધ જે સુલતાનના ગળામાં હતા તે તેણે પોતાના અભાગી કંઠમાં પહેર્યો, અને ઝવેરજડીત્ર ખુરશી કે જે સુલતાનને ખાસ બેસવાની હતી તેની ઉપર બેઠો. એ કહેવત પ્રમાણે કે (કુત્તાની
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy