________________
| [ ૭૪ ] એક ઉત્તમ ઈમારત આહુખાના જેની લંબાઈ બે ગાઉ,ને પહોળાઈ એક ઘોડો દોડી શકે એટલી, ખુણાઓ ઉપર રાખી મેહેલે સહ બનાવી, કે જે પૃથ્વિઉપર આકાશસમાન જણાતી હતી અને તેની દીવાલો તથા છત સોનાના કામની હતી. દરેક મેહેલના દરવાજા આગળથી બેઉ બાજુએ ચૌટાના રસ્તા કરેલા તેમાં દુકાનો હતી તે દરેક દુકાનમાં એક રૂપવંતી બેસતી અને હસી ખુશીથી માલ વેચતી ઘણી વખતે સુલતાન પરીસમાન ફુટડીઓને લઈને આ મનરંજન મેદાનમાં શિકાર કરતો.
દર મોજુદ માસમાં રબીઉલ અવલની પહેલી તારીખથી બારમી સુધી શાસ્ત્રીઓ, ધર્મશાસ્ત્રીઓ અને ધર્મ અધિકારીઓને દરબારમાં આમ ત્રણ કરતો. તેઓ આવી બોધકથા કહેતા. તે કામથી પરવાર્યા પછી તેઓને જમાડવામાં આવતા અને બારમી તારીખે સુલતાન પોતે એ પવિત્ર સભાની સારવારમાં કેડ બાંધતો. આ પસંદ કરવાજોગ ધારો સુલતાન મુઝફફર હલીમના વખતથી રાજ્યકુટુંબમાં ચાલુ થયો હતો.
જ્યારે સને ૯૬૧ હિજરીમાં મોજુદ માસની બારમી તારીખે પિતાની નિયમિત સેવા પછી ઠરાવેલા ઈનામો સભાવાળાઓને આપી પિતાના એકાંત આશ્રમમાં ગયો. સેવા કર્યાથી થાક લાગ્યો હતો. તેથી આરામ લેવા ઓશીકા ઉપર માથું મુકી નિદ્રાવશ થયો, ડીકવારે ઉઠયો, પાણીમાં શરબત માગ્યું, બુરહાન નામનો માણસ કે જેની શરબતઉપર નોકરી હતી તેણે હળાહળ ઝેર ભળેલું શરબત સુલતાનને આપ્યું. થોડીવાર પછી સુલતાનની પ્રકરતી બદલાઈ ઉંઘમાંથી ઉઠી ઉલટી કરી, અને બુરહાનને બોલાવ્યો અને કહ્યું કે અરે હિણકમ એ કયું શરબત હતું કે જે તે મને આપ્યું ?! બુરહાને ઉત્તર દીધે કે સભાની સેવાચાકરીથી થાકવાને લીધે આપની તબીયત બગડી છે, હવે જરા વિશ્રામ લ્યો, કે જેથી એ અરોગ્યતા દુર થઈ જાય. ડીક રાત ગયા પછી સુલતાન પાછો સુઈ ગયો. જ્યારે તેની આંખો ટાઢી થઈ કે બુરહાન અધમીએ પાણીદાર ખંજર સુલતાનના કંઠઉપર એવી રીતે ચાલુ કરી દીધું કે ઇન્સારના દિવસને પિોહોર ફટયા સુધી જાગૃત થાય નહીં. આ બનાવ શુક્રવારની રાત્રે બન્યો. સુલતાનનો જન્મ સન ૯૩ર માં હતો, અને તેની ઉમ્મરના અગીઆરમે વર્ષ બાદશાહી તખ્તઉપર બેઠે.
૧ મુગલે ચનનિવાસ, ૨ પગબર સાહેબના જન્મ મૃત્યુ માસ.