________________
સાયા અફગન ફઝલેહક લુતકે રસૂલ, ઓર મદદપર હે નબીકે ચારયર, કિતીએ મહતાબમેં અંજુમકે દુર, જલદ લ ઝોહરા હે ફિસ્કા ઇન્તઝાર; હે હસીનું મેં તુઝે બસ બરતરી, ઇસ લીએ તારીખ આઈ ઝેરનિગાર, અય નિઝામી મેં લિખો સાલે જુલુસ, હુને યુસુફ મુબારક ચારબાર,
૧૩૨૬ હીજરી. શ્રીમંત સરકાર-ફલક ઇકતિદાર ગર૬ કબાબઆલી જનાબ ગુણગંભીર વિધાવીર શ્રીમંત દરબારશ્રી જહાંગીરમીયાં સાહેબ બહાદુર ગુર્જર ભૂમી ઉપર પહેલા મુસલમાન આસિસ્ટન્ટ કલેકટર થઈને આવ્યા અને આ શહેરમાં આનદ વરતા. તેઓ વિદ્વાન અને મુસલમાનના ખરા શુભેચ્છક તથા વિદ્યાર્થહિના ખંતી તેથી એક અંજુમન, લાયબ્રેરી કુતુબખાને કહાંગીરી, ચાર મદરસા, એક આફતાબેઆલમતાબનું પ્રેસ તથા શમસુલઉલુમ માસિક ચોપાનીઓને જન્મ આપ્યો, આ ચોપાનીઆમાં મિરાતે સિકંદરીથી લઇ તે કાળ સુધી ગુજરાતને સંપૂર્ણ ઇતિહાસ રચાવવાની ખુશી હતી પરંતુ તેઓ સાહેબ પિતાને સ્વદેશ પધાર્યાથી આ સઘળાં કામે અપૂર્ણ રહી ગયાં. ઇનસાનની નજરે નિહાળતાં એજ શ્રીમંતનું નામ મુબારક આ પુસ્તકને અમર શોભા આપે એવી ગુજરાતીઓની આશા પૂર્ણ પ્રકુલિત થયાથી ચારે તરફથી ઝિંદહ બાશી મરહબાના નાદે શ્રવણે પડવા લાગ્યા છે.