________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[ ૮૯ લઈ જાય છે ! “વિલાસની શોભા' કાવ્યમાં નારીજીવનની ત્રણ પરિસ્થિતિ સંદર્ભ પ્રત્યે ધ્યાન ખેંચવા માગતા કવિ પહેલી સાત કડીમાં વાચકને સુંદર-ભવ્ય આકાશી સૃષ્ટિમાં ઉપાડી જઈ “હાં રત્નઘુમટ નીચે, ઢળી ચન્દનીમાં” આકાશીય “સખી ત્રિપુટી'નું ગેષ્ઠિગાન સંભળાવે છે તેમાં પ્રગટ થતે કલ્પનાવિલાસ જ કાવ્યને “વિલાસની શોભા બનાવી દે એવો છે. ગિરનારને ચરણે'માં, અશોકના શિલાલેખ પર દૃષ્ટિ પડતાં તે આ કવિની કલ્પના “મૃગલાની ફાળે' સહસ્ત્ર વર્ષોના કાળ પટને કૂદી જઈ “કાળ કેર” “અઘરનીર સાગર” વાચકે સમક્ષ ખડો કરી દઈ તે સિધુને જલતણું દલપાંદડીમાં ઊડતો “પરમ બ્રહ્મપરાગ” માણતા તેમને કરી મૂકે છે. શાશ્વતીના મહોદધિમાંના વ્યક્તમધ્ય આ ધરતી પરના માનવજીવનને વિકસાવી સંસ્કારી ગયેલી મોટી સંસ્કૃતિઓ (ભારતીય-આર્ય, સુમેરી, મિસરી, ચીની, ગ્રીક, અર્વાચીન પાશ્ચાત્ય, વગેરે જેવી) તે એ મહાસિંધુને જલકમલની દલ-પાંદડીઓ, એનાં મોજાંના ઉછાળ ને એટ એમ સમજાવી એમાં માનવજાતને ઘડતાં-વિકસાવતાં પોતે સંક૯પેલા મંગલ લક્ષ્ય ભણી તેને લઈ જવાની પરમાત્મતત્વની, બ્રહ્મની, લીલાના શુભ સંકેતનું દર્શન “બ્રહ્મપરાગ” શબ્દ દ્વારા કવિ કરાવે છે તે વાચકનાં નિયન આવડાંને ક્ષણવારમાં કેવું વિશ્વવિશાળું જોતાં કરી મૂકે છે ! આ પ્રતાપ ન્હાનાલાલની પ્રભુદત્ત બક્ષિસ જેવી પ્રબળ ને તેજસ્વી કલ્પનાનો છે. એ કલ્પના જ ભાવકને આંગળીએ વળગાડી, “વિરાટના હિંડોળા’ને ફગાળ, આકાશમાં મનમોજી ગતિથી વિહરતા તેજપુછધારી ધૂમકેતુની દષ્ટિથી નીચેની ચાંદની છોઈ હિમાલયની ઉત્તુંગ શિખરમાળા અને “સુખકું જ સમ” બ્રહ્માંડ (ધૂમકેતુનું ગીત'), પુરુષ-પ્રકૃતિને બ્રહ્મરાસ (‘બ્રહ્મરાસ'–વિશ્વગીતા') અને પરબ્રહ્મની સૃષ્ટિલીલાના સર્જન ને પ્રલયના આરાવાળા મહાસુદર્શન ચક્ર(“કુરુક્ષેત્ર)નું દર્શન કરાવે છે. તાજમહાલમાં નિત્યરાસ નાચતી કે રસીલી અને ચોરવાડની વાડીઓ અને નાગરવેલના માંડવાઓમાં રમણુઓનું અને ત્યાંના સાગરની વીચિલીલામાં નૃત્ય કરતી ‘જલનટડી”નું દર્શન કરતી-કરાવતી કવિ-કલ્પના તરંગ કે કેટિ(fancy કે conceit)ને ને ચાળે ચડતી હોય તોય તે લીલા ઓછી મોહક નથી.
એમના જ એક પ્રસિદ્ધ કાવ્ય “શતદલ પદ્યમાં પિઢેલ'માં એવા પામાં પોઢેલા અને ત્યાંથી પિતાની આછી મહેક પ્રસારતા અદશ્ય અમૂર્ત પરિમલ જેવો કાવ્યનો પરિમલ એટલે વ્યંજના કે ધ્વનિ ફુરાવવાનું પણ ન્હાનાલાલને ગમ્યું છે અને ફાવ્યું પણ છે. ફૂલડાંકટોરી'નું ગીત “ઈન્દુકુમાર'-૧ ના સંદર્ભમાં સ્નેહને અમૃતને લેકેની લગ્નવિષયક રૂઢ પ્રણાલિકાઓ (છુંદણાંવાળા અને ચાળણુ જેવા બા) ઝીલી નહિ શકે, જગતની માનવસમાજની માલણે એને ઝીલી શકે એવી વ્યવસ્થાની